Vande Gujarat News
Breaking News
BharuchBollywoodBreaking NewsFashionGujaratIndiaNationalVadodara

38 વર્ષીય દર્શિતા બારોટે CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 નો તાજ પોતાના નામે કરી વધાર્યું ભરૂચનું ગૌરવ 

CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022ની વિનર દર્શિતા બારોટ

પતિ, બહેન અને પરિવારના સહાય અને આત્મવિશ્વાસથી દર્શિના બારોટે પડાવ પાર કર્યો

મૂળ ભરૂચની અને હાલમાં વડોદરા સ્થિત ફેશન ડિઝાઇનર દર્શિના અતિત બારોટે મિસિસ ગુજરાત 2021, મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021 પછી CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022નો તાજ પોતાના નામે કર્યો છે. કિશુ ચાવલા દ્વારા આયોજિત CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 વિશે માહિતી આપતા ફેશન ડિઝાઈન દર્શિના અતિત બારોટે જણાવ્યું હતું કે, હું 18 વર્ષની હતી ત્યાર સુધી ભરૂચમાં રહેતી હતી. શાળાકીય શિક્ષણ મેં ભરૂચમાંથી જ પ્રાપ્ત કર્યું છે.

ભરૂચ સાથે મારી ઘણી યાદો સંકળાયેલી છે. હાલમાં હું વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહુ છું જ્યાં મારો ડિ ધ ડિઝાઇનર નામનો બુટીક સ્ટુડિયો છે. મેં MSUની ફેકલ્ટી ઓફ ફેમિલિ એન્ડ કમ્યુનિટિ સાયન્સિસમાંથી BSC નો અભ્યાસ કર્યો છે.ગત વર્ષે મારી બહેન જંકૃતિ પટેલ અને મિત્ર ભાવિકા પટેલે મિસિસ ગુજરાત 2021માં મારું ફોર્મ ભર્યું હતું. તે સમયે મારા પતિ અતિત બારોટનું કહેવું હતું કે, મારી પર્સનાલિટી પ્રમાણે મારે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ.

સફળતા માટે ઉંમરનો કોઇ બાધ નથી હોતો, હિંમત અને લગનની આવશ્યક્તા

મહિલા જન્મે ત્યારથી જ દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોય છે પણ તેઓ પરિવારના સભ્યોને મહત્ત્વ આપતી હોય છે તેના કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર નિર્ભર છે. મહિલાને સફળ થવા માટે ઉમર ક્યારેય બાધા નથી બનતી, બસ મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે. દરેક પત્નીએ પતિની ઇચ્છાનું માન રાખવું જોઇએ પણ તેની સાથે પોતાની પસંદનું કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવું જોઇએ. કારણ કે પોતાની પસંદનું કાર્ય કરવાથી ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે તેવું દર્શિના બારોટે જણાવ્યું હતું.

संबंधित पोस्ट

ગાંધીનગર તાલુકાના 9 ગામોમાં 49 કરોડના ખર્ચે વિકાસનાં કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, વિકાસ કામોમાં કોઇ જ કચાશ ન રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ

Admin

Weekend Planner: આ ફિલ્મો થિયેટરોમાં ચાલી ન હતી પરંતુ વિવેચકોએ તેને પસંદ કરી હતી, તમે OTT પર માણી શકો છો

Admin

CJI एसए बोबडे की मां के साथ धोखाधड़ी, केयरटेकर ने की 2.5 करोड़ की ठगी

Vande Gujarat News

ગુજરાતની એકમાત્ર નટવરસહજી ક્રિકેટ હોસ્ટેલના નવનિર્માણનો પ્રારંભ : ખેલાડીઓનું કૌવત ખીલશે

Vande Gujarat News

Kisan Andolan: कृषि मंत्री ने कहा- कृषि कानूनों के पक्ष में अधिकांश किसान और विशेषज्ञ, नहीं करेंगे रद्द

Vande Gujarat News

ઉત્તરાખંડ જેલની બેરેકમાં કેદીઓ ઉગાડે છે મશરૂમ, એક કિલોના મળે છે 200 રૂપિયા

Vande Gujarat News