



- ભરૂચમાંમાં “વિકિડા નો વરઘોડો” ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો
- ફિલ્મના કલાકારો મલ્હાર ઠાકર, એમ. મોનલ ગજ્જર, જિનલ બેલાણી, માનસી રાચ્છ અને પ્રોડ્યુર્સ ઉપસ્થિત રહ્યાં
- રાહુલ ભોલે અને વિનિત કનોજીયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ “વિકિડો નો વરઘોડો” ફિલ્મ bharuchના દર્શકોને ખૂબ જ પસંદ આવી
દર્શકોની આતુરતાનો અંત લાવી આજે ગુજરાતી ફિલ્મ “વિકિડા નો વરઘોડો” ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થઇ છે. ફિલ્મ રીલિઝ પહેલા ભારતની બીજી પ્રાચીન નગરી અને ભૃગુઋષિની તપોભૂમિ ભરૂચ ખાતે ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ પ્રીમિયર શોમાં ફિલ્મના કલાકારો મલ્હાર ઠાકર, એમ. મોનલ ગજ્જર, જિનલ બેલાણી, માનસી રાચ્છ, પ્રોડ્યુસર્સ એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, કો-પ્રોડ્યુસર્સ પ્રિતિશ શાહ સહિત ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સાથે ભૃચવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રાહુલ ભોલે અને વિનિત કનોજીયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ “વિકિડો નો વરઘોડો” ફિલ્મ bharuchના દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં આવતા રસપ્રદ વળાંકોએ દર્શકોને ભરપૂર મનોરંજન પુરૂં પાડ્યું. બીજી તરફ ફિલ્મના ગીતો પણ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યાં છે. “વિકિડા નો વરઘોડો” ફિલ્મના bharuchમાં યોજાયેલા પ્રીમિયર શો બાદ દર્શકોએ ફિલ્મને સુપરહિટ ગણાવતા જાણાવ્યું હતુ કે, ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આ સંપૂર્ણ પણે પારિવારિક મનોરંજન પુરૂં પાડતી ફિલ્મ છે અને દરેકે આ ફિલ્મને થિયેટરમાં જઇને જોવી જોઇએ.
“વિકિડા નો વરઘોડો” ફિલ્મના પોસ્ટરે દર્શકોમાં ખુબ આતુરતા પેદા કરી હતી, તે પ્રામણે દર્શકોને થિયેટર્સ સુધી આકર્ષી રહી સુપરહિટ સાબિત થઇ છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, એમ. મોનલ ગજ્જર, ઝિનલ બેલાણી અને માનસી રાચ્છ મુખ્ય ભૂમિકા જોવા મળી રહ્યાં છે. ફિલ્મ દર્શકોના અપાર પ્રેમ મેળવી હાલ સફળતાપૂર્વક થિયેટર્સમાં ચાલી રહી છે.