



કેરળ:-
અવિશ્વસનીય રેકોર્ડ : કેરળના ડાયમંડ ગ્રુપે બનાવ્યો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ , એક જ રિંગમાં જડયા 24,679 નેચરલ ડાયમંડ…
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આખા વિશ્વમાં લોકો અથવા કોઈ ગ્રુપ દ્વારા બનાવવામાં આવતાં જુદા – જુદા રેકોર્ડ્સ વિશે દરરોજ રેગ્યુલરલી માહિતી શેર કરતા રહે છે ત્યારે કેરળ સ્થિત SWA ડાયમંડ્સ દ્વારા બનાવવામાં આવેલા આ અવિશ્વસનીય રેકોર્ડે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે .
એક બ્લોગમાં સંસ્થાએ સમજાવ્યું છે કે કેવી રીતે SWA ડાયમંડ્સે એક રિંગમાં સૌથી વધુ હીરા સેટ કરીને વર્લ્ડ રેકોર્ડ્સની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું . આ વર્લ્ડ રેકોર્ડ 5 મેના રોજ કેરળના કરાથોડ ગામમાં નોંધાયો હતો .
SWA ડાયમંડ્સ કહે છે.આ રેકોર્ડબ્રેક રિંગ બનાવવા પાછળનો તેમનો ઉદ્દેશ લોકોનું તેમની બ્રાન્ડ તરફ ધ્યાન આકર્ષિત કરવાનો છે . તેઓ પોતાનાં કામથી વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરવા માગે છે.
બ્લૉગમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે આ રિંગ કેવી રીતે બનાવવામાં આવી હતી ?
સૌથી પહેલા 41 યુનિક મશરૂમની પેટલ્સ ( પાંખડીઓ ) સાથે રિંગનું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું અને પછી એનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવામાં આવી હતી અને પછી 3D પ્રિન્ટિંગ દ્વારા એને ડિજિટલી ડિઝાઈન કરવામાં આવ્યું હતું . એ પછી ડિઝાઈન મુજબ રિંગનો ઘાટ તૈયાર કરી એમાં લિક્વિડ ગોલ્ડ ઉમેરવામાં આવ્યું હતું . ત્યાર બાદ પેટલ્સની દરેક બાજુએ હાથ દ્વારા હીરા સેટ કરવામાં આવ્યા હતા. અંતે આ રિંગને ફાઈનલ ટચ આપવા માટે મશરૂમ આકારને ગોળાકાર બેન્ડ પર મૂકવામાં આવ્યો હતો.જે આંશિક રીતે હીરાથી જડવામાં આવ્યો હતો.
SWA ડાયમન્ડ્સ મુજબ તૈયાર રિંગનું વજન 340 ગ્રામ છે અને એની કિંમત $ 95,243 એટલે કે આશરે 76,08,787.07 રૂપિયા છે.
SWA ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર અબ્દુલ ગફુર અનાદિયાને ગિનીસ વર્લ્ડને જણાવ્યું હતું કે તમારા જીવનમાં એથી વિશેષ ખુશીનો પળ શું હોય શકે કે તમે તમારા સપનાને ખુલ્લી આંખે સાકાર થતાં જોઈ રહ્યા છો અને એ જીવંત ક્ષણને તમારી આંખે માણી પણ રહ્યા છો . અમારી ટીમ એ જાણીને ખૂબ જ ઉત્સાહિત છે કે તેમની મહેનતની નોંધ લેવાઈ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું ટાઇટલ પણ મળ્યું.