Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsGovtGujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૯ નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ નિર્માણ માટે મંજૂરી આપી

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૯ નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. ૪૪૩.૪પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી*

*જૂનાગઢ મહાનગરમાં રૂ. ૧૮.૮પ કરોડના રેલ્વે અંડરબ્રીજના કામને મંજૂરી*

*અંજાર-વલ્લભવિદ્યાનગર-હળવદ-ખંભાળીયા-ધ્રાંગધ્રા-આંકલાવ-મોરબી-ધોરાજી નગરોમાં ટુ લેન રેલ્વે ઓવરબ્રીજ બનશે*

*સાવરકુંડલામાં ફોર લેન રેલ્વે ઓવરબ્રીજ થશે*

*જૂનાગઢ મહાનગરમાં જોષીપુરા ખાતે ૧ ROB અને બસસ્ટેન્ડ પાસે ૧ RUB*

*નગરો-શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા-નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ કરવાનો ઉદાત્ત જનહિત અભિગમ દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અત્યાર સુધીમાં રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના ૪ર કામો માટે રૂ. ૧૩૭૬ કરોડની મંજૂરી મળી*

*રૂ. ૪૭૩.૬૧ કરોડના ૧૯ કામો વિવિધ તબક્કે પ્રગતિમાં*

*રૂ. પર૬.૩૩ કરોડના ૧ર કામોના ડી.પી.આર પ્રક્રિયામાં*

*રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજની તમામ અમલી કામગીરીઓનું સિંગલ એન્ટીટી અમલીકરણ GUDCને સોંપવામાં આવશે*

*રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે*

*મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ‘‘ફાટકમુકત ગુજરાત અભિયાન’’ને વેગ આપતાં રાજ્યની વધુ ૧ મહાનગરપાલિકા અને ૯ નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. ૪૪૩.૪પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે*

*મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકામાં જોષીપુરા ખાતે ૧ રેલવે ઓવરબ્રીજ રૂ. ૩૭.પપ કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે ૧ રેલ્વે અંડરબ્રીજ રૂ. ૧૮.૮પ કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે*.

*શ્રી ભૂપેન્દ્ર પટેલે જે નગરપાલિકાઓમાં આવા રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે તેમાં અંજાર રૂ. પપ.પ૬ કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. ૪ર.૪૧ કરોડ, હળવદ રૂ. ૪૬.પ૦ કરોડ, ખંભાળીયા રૂ. ૩૭.૦૩ કરોડ, સાવરકુંડલા રૂ. ૬૬.પ૭ કરોડ, ધ્રાંગધ્રા રૂ. રપ કરોડ, આંકલાવ રૂ. ૩૩.ર૭ કરોડ, મોરબી રૂ. ૬૩.૮પ કરોડ અને ધોરાજીમાં રૂ. ૩પ.૬૯ કરોડના કામોની મંજૂરી આપી છે*.

*સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલ્વે ઓવરબ્રીજ તેમજ અન્ય ૮ નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ હાથ ધરાશે*

*સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪ર જેટલા રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. ૧૩૭૬.૪૭ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. ર૧ કામો રેલ્વે સાથે પ૦ ટકા / ૭પ ટકા શેરીંગ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા છે*

*એટલું જ નહિ, રાજ્યમાં રૂ. ૪૭૩.૬૧ કરોડના ૧૯ જેટલા આવા કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે તેમજ રૂ. પર૬.૩૩ કરોડના ૧ર કામોના ડી.પી.આર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ સાથે વધુ ૧ મહાનગરપાલિકા અને ૯ નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી આવનારા દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન સુખાકારીમાં વૃદ્ધિનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે*

*નગરો-શહેરોમાં વસતા નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળે એટલું જ નહિ, સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેવા જનહિત ભાવ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’માં આવા રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજ, ફલાયઓવર જેવા કામોનું શહેરી વિકાસ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની લી. GUDC અમલીકરણ કરે છે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આવા રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજની તમામ અમલી કામગીરીઓ ‘સિંગલ એન્ટીટી’ અમલીકરણ સંસ્થા તરીકે GUDCને સોંપવાની પણ અનુમતિ આપી છે*.

संबंधित पोस्ट

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:વઢવાણના આશ્રમમાં રહેતી ગાયના પેટમાંથી 53 કિલો પ્લાસ્ટિક નીકળ્યું, 11 લોખંડની ખીલી, 6 પિન પણ નીકળી

Vande Gujarat News

અંકલેશ્વરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પિતાએ આરોપીને પતાવી દીધો

Vande Gujarat News

AMU 100 Years: शताब्दी वर्ष पर एएमयू के हॉस्टल छात्रों को पीएम मोदी ने दिया ये टास्क

Vande Gujarat News

જંબુસર તાલુકાના જંત્રાણ ગામે પત્તાપાનાનો જુગાર રમતા નવ આરોપીઓ ૫૬૭૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા અને ત્રણ જુગારીઓ ફરાર

Vande Gujarat News

સરકાર ખેડૂતો, મહિલાઓ અને SC-STને ડ્રોન ખરીદવા માટે 50% સબસિડી આપશ

વધુ એક ભરૂચના યુવાન પર વિદેશમાં હુમલો, દક્ષિણ આફ્રિકામાં યુવાનના સ્ટોર પર નિગ્રો લૂંટારુઓએ લૂંટ ચલાવી – ઘટના CCTVમાં કેદ

Vande Gujarat News