Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGujarat

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રતિનિધિ ઓ એ મુખ્ય મંત્રીને મળી ઔદ્યોગિક વસાહતને લગતા પ્રશ્નો ની રજૂઆત કરી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રતિનિધિ ઓ એ મુખ્ય મંત્રીને મળી ઔદ્યોગિક વસાહતને લગતા પ્રશ્નો ની રજૂઆત કરી

મુખ્યમંત્રીનો જન્મદિવસ હોવા છતાં મંડળની વાત સાંભળી ઉચ્ચ અધિકારીઓને પ્રશ્નોના નિકાલ લાવવા નોંધ તૈયાર કરી


અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના  પ્રતિનિધિ ઓ એ મુખ્ય મંત્રી ને  મળી ઔદ્યોગિક વસાહતને લગતા કનડગત પ્રશ્નો ની રજૂઆત કરી હતી.મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ  ના જન્મદિવસ દિવસની શુભેચ્છા મુલાકાત લઇ  કનડગત વિવિધ વિભાગો ના પ્રશ્નો ની રજૂઆત કરી હતી. કોન્સોલિડેટેડ ટેક્સ સંદર્ભે આકાણી માં થયેલ ભૂલને સુધારવા, તેમજ  નોટીફાઇડ વસાહતોમાં વિશિષ્ટ આંતરમાળખાકીય સુવિધાઓ ની જરૂરિયાતસહીત ના પ્રશ્નો ની રજૂઆત કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે તાકીદે સંબંધિત વિભાગ ને  પ્રશ્નો નો  નિવેડો લાવવા ની  તાકીદ કરી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના  જીપીસીબી ને લગતા ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ  ને રજુઆત અંગે સૌજન્ય મુલાકાત માંગી હતી. જે અનુલક્ષી ને ગત 15 મી જુલાઈ ના રોજ  ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી ને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશભાઈ ગાબાણી ના  નેતૃત્વ હેઠળ ઉદ્યોગ મંડળ નું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. મુખ્ય મંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ મીટીંગમાં મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર કે. કૈલાસનાથન , અધિક સચિવ  પંકજ જોષી,, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ. બી. પંચાલ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ રાજ કુમાર,, જીઆઇડીસી ના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ. થેન્નારસન, , ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી. બારડ, , , તથા અન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . ઉદ્યોગ મંડળ ના ભૂતપૂર્વ પ્રમુખ એન. કે. નાવડીયા તથા  મહેશ . પટેલ,સહીત ના  ઉદ્યોગ મંડળ ના સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે નાવડીયા એ નોટિફાઇડ એરિયા કોન્સોલિડેટેડ ટેક્ષ સંદર્ભે આકારણીમાં થયેલ ભૂલો સુધારવા બાબત, રાજયની નોટિફાઈડ વસાહતોમાં વિશિષ્ટ આંતરમાળખાકીય સુવિધાઓની જરૂરિયાત ધરાવતું હોય આમ ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નના નિકાલ માટે રજૂઆત કરી હતી જેમાં મુખ્યમંત્રીનો જન્મદિવસ હોવા છતાં  અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વાત સાંભળી ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા નોંધ તૈયાર કરી આપવા જણાવેલ હતું. આમ ઉદ્યોગોને લગતા પ્રશ્નોના સુખદ સમાધાનનો માર્ગ મોકળો થયો હોવાની લાગણી સાથે પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો અને તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

संबंधित पोस्ट

20 કિ.મી.ની ત્રિજ્યામાં રહો છો, તો કન્શેસન પાસ મળશે પણ સંપૂર્ણ ટોલ મુક્તિ ભુલી જજો , વાસદ હોય કે આણંદ ટોલ ક્રોસ કરવો હોય તો પૈસા ફરજિયાત ચૂકવવા પડશે

Vande Gujarat News

અંકલેશ્વર પાલિકા પ્રમુખ માટે કાર ખરીદવા મામલે પ્રમુખ – ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા? તેનો જવાબ માંગ્યો… જાણો શું છે આખો મામલો..

Vande Gujarat News

राशिफल 22 जुलाई: वृश्चिक राशिवाले ना करें निवेश, 3 राशियों के लिए शुभ है बुधवार

Admin

અંકલેશ્વર હાઈવે પર સુરતના વરાછાના બિલ્ડરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

Vande Gujarat News

તારંગાથી આબુ રેલવે: ગાંધીનગરની જેમ અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર હશે 100 રૂમની બજેટ હોટલ

Vande Gujarat News

તુર્કીએ ઉત્તરી ઈરાકના કુર્દીસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ કર્યો, 8ના મોત, 23 ઘાયલ

Vande Gujarat News