Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsCrimeGujarat

ONGC નો કર્મચારીને દેવું વધી જતાં ATM તોડીને ચોરીના પ્રયાસમાં વધી જતાં atm લુંટવાનો પ્લાન બનાવ્યો હતો.

ભરૂચ / અંક્લેશ્વર

ongc નો કર્મચારીને દેવું વધી જતાં atm તોડીને ચોરીના પ્રયાસમાં વધી જતાં atm લુંટવાનો પ્લાન બનાવ્યો હતો..

સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી આવ્યો lcb ના સકંજામાં

બાઇક લઈને ગુનાને અંજામ આપવા જતા cctv માં વાહન કેદ થઈ ગયું

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વરના એફ.એમ. અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીન તૂટ્યા હતા. મધરાતે આવેલા તસ્કરે બે મશીનના ડિસ્પ્લે અને કેશ દરવાજો તોડયા હતા. જોકે કેશ ચોરીમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો.

ભરૂચ lcb પી.આઈ. કે.ડી. મંડોરા, પોસઇ જે.એન.ભરવાડ, એમ.એચ.વાઢેર, એન.જી. પાંચાણી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓ.એન.જી.સી. કોલોનીમાં હાલ રહેતા મૂળ નાંદોદના યુવાનને હસ્તગત કરી લેવાયો હતો.

આરોપી જીગ્નેશ છોટુભાઈ વસાવાએ પૂછપરછમાં પોતાના માથે દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.અંકલેશ્વર ઓ.એન.જી.સી. કોલોનીમાં રહેતો જીગ્નેશ કંપનીમાં જ ફરજ બજાવે છે. લોનના હપ્તા અને અન્ય નાણાકીય સંકટમાં મુકાતા તેને દેવું ઉતારવા એટીએમ તોડવાની યોજના બનાવી હતી. હાલ બનાવ સંદર્ભે આરોપીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપી સિટી પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. એલસીબીએ તેની પાસેથી ₹30 હજાર કિંમતની એક બાઇક પણ કબ્જે કરી છે. જે બાઈકના આધારે જ તે સીસીટીવી સર્વેલન્સમાં કેદ થઈ ઝડપાઇ ગયો હોવાની માહિતી સાંપડી રહી છે.

संबंधित पोस्ट

ભણવા જઈ રહેલી નાની છોકરીને કારમાંથી માટી મળી, IASએ કહ્યું- ગાડી ધીમી કરો, બાળકો સ્કૂલે જઈ રહ્યા છે

Vande Gujarat News

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના કાર્યાલયનો જંબુસરના સરસ્વતી વિદ્યાલય ખાતે સંતોના હસ્તે શુભારંભ કરાયો

Vande Gujarat News

ગડખોલ પાસે ફ્લાયઓવરની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ, અંકલેશ્વર-ભરૂચને જોડાતા જૂના નેશનલ હાઇવે નંબર-8 પર બ્રિજની કામગીરીથી વાહન ચાલકો અટવાયા

Vande Gujarat News

PM मोदी आज ‘नेशनल एटॉमिक टाइमस्केल’ का करेंगे लोकार्पण

Vande Gujarat News

૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ: ગુજરાતના ૬ શહેરોમાં રમાશે ૩૬ રમતો

Vande Gujarat News

Farmer protest: किसानों का 8 दिसंबर को भारत बंद का ऐलान, कहा- बात नहीं मानी अब पूरी दिल्ली को करेंगे ब्लॉक

Vande Gujarat News