Vande Gujarat News
Breaking News
Breaking NewsGujaratIndia

પેકેજીંગ કે લેબલ વગરના લોટ, ચોખા કે દાળ પર નહીં લાગે GST, નાણાંમંત્રીએ ટ્વીટ કરી આપી માહીતી

  • પેકેજીંગ કે લેબલ વગરના લોટ, ચોખા કે દાળ પર નહીં લાગે GST, નાણાંમંત્રીએ ટ્વીટ કરી આપી માહીતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલાક આવશ્યક અનાજની યાદી ટ્વીટ કરી અને તેમાંથી GST હટાવવાની જાણકારી આપી. લિસ્ટને ટ્વીટ કરતી વખતે નાણામંત્રીએ લખ્યું છે કે જો આ ખાદ્યપદાર્થો ખુલ્લામાં વેચવામાં આવશે તો તેના પર કોઈપણ પ્રકારનો જીએસટી વસૂલવામાં આવશે નહીં. નાણામંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી યાદીમાં દાળ, ઘઉં, રાઈ, ઓટ્સ, મકાઈ, ચોખા, લોટ, સોજી, ચણાનો લોટ, મુઠી અને લસ્સી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

  • લેબલવાળા અને પેકેજ્ડ ખાદ્યાન્નના વેચાણ પર 5% GST લાગશે

નાણામંત્રીએ તેમના ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે જો આ વસ્તુઓને પેકિંગ કે લેબલિંગ વગર વેચવામાં આવે તો તેના પર કોઈપણ પ્રકારનો GST લાગશે નહીં. જો આ વસ્તુઓને લેબલ સાથે વેચવામાં આવશે તો પાંચ ટકાના દરે GST વસૂલવામાં આવશે.

આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે, આ ખાદ્ય ચીજવસ્તુઓ પર GST હટાવવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો નથી પરંતુ સમગ્ર GST કાઉન્સિલે એક પ્રક્રિયા હાથ ધરી છે.

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પછી એક 14 ટ્વિટ કર્યા

નાણામંત્રીએ પોતાના એક પછી એક 14 ટ્વિટમાં કહ્યું છે કે ટેક્સ લીકેજને રોકવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ નિર્ણય પર અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ સ્તરે સામૂહિક રીતે વિચારણા કરવામાં આવી હતી અને છેવટે GST કાઉન્સિલ દ્વારા તમામ સભ્યોની સંપૂર્ણ સંમતિ સાથે તેની ભલામણ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

आरोपी दीप सिद्धू की किसान नेताओं को धमकी:मैंने अगर तुम्हारी परतें खोलनी शुरू कर दीं तो दिल्ली से भागने का रास्ता नहीं मिलेगा

Vande Gujarat News

किसान आंदोलन को हवा देने दिल्ली के किसान नेता पहुंचे बिहार, बोले, दिल्ली नहीं जा सकते तो यहीं आंदोलन करे किसान

Vande Gujarat News

રોટરી ક્લબ ઓફ ભરુચ દ્વારા પડા ,સાડી, ન્યૂટ્રીસન કીટ ,સ્લીપર તથા પર્સનલ હાઇજીન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું

Vande Gujarat News

કૃષિબીલનો વિરોધ:પંજાબનાં ખેડુત આંદોલનને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે સમર્થન આપ્યું

Vande Gujarat News

અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરના શિક્ષકે શાળાના છાત્રોના ઓનલાઇન ગ્રૂપમાં અશ્લિલ ફોટો મુકતા હોબાળો – વાલીઓએ શિક્ષકને ઘરે જઇ ફટકાર્યો, શાળાએ બરતરફ કર્યો

Vande Gujarat News

અંકલેશ્વરમાં ફેરીયાઓનું સ્ક્રીનીંગ ત્રીજા દિવસે માત્ર 1300નો જ દંડ, 79 લારી ધાકરો, 1055 દુકાનદારો મળી 1134 લોકોનું સ્ક્રીનિંગ કરાયું

Vande Gujarat News