Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndia

રિઝર્વ બેંકે આ બે સહકારી બેંકો પર લગાવ્યા અનેક પ્રતિબંધો, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે ?

  • રિઝર્વ બેંકે આ બે સહકારી બેંકો પર લગાવ્યા અનેક પ્રતિબંધો, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે ?

ભારતીય રિઝર્વ બેંકે કર્ણાટકની શ્રી મલ્લિકાર્જુન પટાના સહકારી બેંક અને મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં સ્થિત ગિરના સહકારી બેંક પર તેની સતત કથળી રહેલી આર્થિક સ્થિતિને જોતા પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ અંતર્ગત હવે બંને બેંકોમાંથી ગ્રાહકો પોતાના પૈસા નહીં ઉપાડી શકે. દેશની સર્વોચ્ચ બેંકે બે અલગ અલગ નિવેદન જારી કરીને કહ્યું કે, શ્રી મલ્લિકાર્જુન પટાના સહકારી બેંક, મસ્કી અને નાસિક જીલ્લા ગિરના સહકારી બેંક પર પ્રતિબંધ 6 મહિના માટે લાગુ થશે.

DICGC વીમા યોજનાના દાયરા હેઠળ બંને બેંકો

રિઝર્વ બેંકે નાસિક જીલ્લા ગિરના સહકારી બેંક વિશે જણાવ્યું હતું કે, 99.87 ટકા ગ્રાહકો જમા વીમા અને લોન ગેરેંટી નિગમ (ડીઆઇસીજીસી) વીમા યોજનાના દાયરા હેઠળ છે. સાથે જ શ્રી મલ્લિકાર્જુન પટાના સહકારી બેંકના 99.53 ટકા ગ્રાહકો પણ ડીઆઇસીજીસી બીમા યોજનાના દાયરા હેઠળ છે.

દેશની સર્વોચ્ચ બેંકે કર્ણાટક સ્થિત બેંક વિશે કહ્યું હતું કે, બેંકની હાલની રોકડની સ્થિતિને જોતા દરેક બચત ખાતા કે કરન્ટ ખાતાઓના ખાતાધારકોને કોઇ અન્ય ખાતામાં કુલ બાકી રકમથી કોઇપણ રકમ ઉપાડવાની અનુમતિ ન આપી શકાય. પરંતુ થાપણો સામે દેવું સમયોજીત કરવાની અનુમતિ છે.

આ જ પ્રકારની શરતો મહારાષ્ટ્ર સ્થિત બેંક માટે પણ લગાવાઇ

પાબંધીઓને કારણે બંને બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરી વગર કોઇ નવી લોન ગ્રાહકોને નહીં આપી શકે તેમજ ઋણનું નવીનીકરણ પણ શક્ય નથી. તે ઉપરાંત તેઓને કોઇપણ પ્રકારનું રોકાણ કરવાની પણ પરવાનગી આપવામાં આવશે નહીં. તે કોઇપણ નવી જવાબદારી નહીં લઇ શકે, જેમાં ઉધાર લેવું અને નવા જમાનો સ્વીકાર સામેલ છે.

  • નોંધનીય છે કે સર્વોચ્ચ બેંકે કહ્યું હતું કે, બંને બેંકો તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થવા સુધી પ્રતિબંધોની સાથે સાથે કામકાજ ચાલુ રાખશે.

संबंधित पोस्ट

Positive : અમરેલીમાં કોરોના પોઝિટિવ માતાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, પોજીટીવ આવ્યા બાદ ઑક્સીજન પર હતી પ્રસૂતા, બાળકોને સારવાર માટે ભાવનગર ખસેડાયા

Vande Gujarat News

आखिर कैसे बंद हो गई इतिहास की सबसे ताकतवर ईस्ट इंडिया कंपनी? हैरान कर देगा इतिहास

Vande Gujarat News

गुजरात: आज कच्छ पहुंचेंगे PM मोदी, विश्व के सबसे बड़े सोलर प्रोजेक्ट की करेंगे शुरुआत

Vande Gujarat News

દહેજની ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના સી.એસ.આર. ફંડમાંથી કસક વડીલોના ઘર ખાતે અનાજ નું દાન કરાયું

Vande Gujarat News

અમદાવાદના વસ્ત્રાલમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યા, પોલીસે બે આરોપીઓની અટકાત કરી, શહેરમાં દારૂ પીધેલા 50 લોકો પકડાયા, ભુદરપુરામાં પથ્થરમારો

Vande Gujarat News

ડાયસ્ટફના કાચામાલ થેલિક એનહાઇડ્રાઇડ પરની એન્ટી ડમ્પીંગ ડયૂટી નાખતા વપરાશકર્તા નારાજ

Vande Gujarat News