Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsGujaratSocial

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલનું પ્રજા રક્ષક એવોર્ડથી કરાયું સન્માન.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલનું પ્રજા રક્ષક એવોર્ડથી કરાયું સન્માન.

ભરૂચ જિલ્લામાં કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા કરાયું સન્માન

“ભાઈ પાછો લાવી બચાવી બેનની રાખી,
દિકરો શોધી આપ્યો માતાને, તેવી અમારી ભરૂચની ખાખી” – ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ

નેત્રંગ ટાઉનનાં જીનબજાર વિસ્તારના સુથાર ફળીયામાં રહેતા સુખદેવભાઈ પારસિંગભાઈ વસાવા (ઉ.૩૮) કે જે અસ્થિર મગજનાં હોવાથી પોતાના ઘરેથી પરીવારજનોને બજાર જવ છું તેમ કહી ગત તા.૦૭/૦૩/૨૦૨૨ નાં રોજ નીકળી ગયો હતો. પરંતુ મગજ અસ્થિર હોવાથી ઘરે પરત ફરવાનું છે અને પોતાના ઘરનો રસ્તો સીધો જ છે તેમ સમજી ચાલતા-ચાલતા ૧૩૦૦ કિમી નીલ સાગર આશ્રમ નેપાળગંજ પહોઁચ્યો હતો. જ્યાંથી સુખદેવ વસાવાને પોતાના ભાઈ મુકેશ વસાવાનો નંબર માત્ર યાદ હોવાથી તા.૦૪/૦૭/૨૦૨૨ નાં રોજ નેપાળ દેશના બાંકે જીલ્લાના નેપાળ ગંજ શહેર પોલીસ સ્ટેશન માંથી ફોન આવેલ અને ગુમ થનાર સુખદેવભાઇ વસાવા નેપાળ દેશનાં બાંકે જીલ્લાનાં નેપાળ ગંજ શહેરમાં આવેલ નીલ સાગર સેવાશ્રમ ” ખાતે રાખવામાં આવેલ છે. તેમ મુકેશભાઈ વસાવાને જણાવ્યું હતું.

જેથી મુકેશ વસાવાએ સ્થાનિક મિત્ર સંકેતભાઈનો મળી ઉપરોકત માહતી જણાવી હતી. જે બાદ સંકેતભાઈ પંચાલ તેમજ મુકેશભાઈ વસાવાએ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલનો સંપર્ક કરી માહિતી જણાવી જેથી તાત્કાલિક જ તા.૦૭/૦૬/૨૦૨૨ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ તેમજ સંકેતભાઈ પંચાલ અને મુકેશભાઈ વસાવા દ્ધારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલને રૂબરૂ મળી સુખદેવ વસાવાને વતન પરત લાવવા લેખિત રજુઆત કરી હતી.

જેને લઇને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલનાં સીધા સંપર્કમાં રહિ તેઓના માર્ગ દર્શન મુજબ નેપાળ દેશમાં DSP કક્ષાનાં અધિકારી નિશાંત શ્રીવાત્સવનો સીધો ટેલીફોનીક સંપર્ક કરી અને બનાવ હકીકતથી વાકેફ કરી તેઓએ નેપાળ ગંજ શહેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સુખદેવ વસાવાને પરત વતન લાવવા માટે નેત્રંગ પોલીસ નાં પો.કો સૌરભ અંજારા તેમજ મુકેશ વસાવા સાથે એક સામાજિક આગેવાનની ટીમ બનાવી નેપાળ મોકલવા આવ્યા હતા.ત્યાંથી ગુમ થયેલ સુખદેવ પારસિંગ વસાવાને હસ્તગત કરીને ઘટતી કાર્યવાહી કરીને નેત્રંગ લાવી પરીવારજનોને સુપ્રરત કરતાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

જેને લઇને નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તેમજ નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમાનું પ્રજા રક્ષક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે જિલ્લા ઉપ પ્રમુખ સંકેતભાઇ પંચાલ અને અક્ષીત પંચાલ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

ગડખોલ પાસે ફ્લાયઓવરની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ, અંકલેશ્વર-ભરૂચને જોડાતા જૂના નેશનલ હાઇવે નંબર-8 પર બ્રિજની કામગીરીથી વાહન ચાલકો અટવાયા

Vande Gujarat News

नंदीग्राम से चुनाव लड़ने के ममता के फैसले पर भाजपा ने कहा- डर गई है दीदी

Vande Gujarat News

ઇમરજન્સી સેવા 108 દ્વારા કોરોના તથા ૧૦૮ ની કામગીરી અંગે જનજાગૃતિ

Vande Gujarat News

લવ જેહાદ – વડોદરા ખાતે એબીવીપી દ્વારા હરિયાણામાં એકતરફી પ્રેમમાં અંધ વિધર્મી યુવકે એક યુવતીને ગોળી મારી હત્યા કરવાના મામલે પૂતળા દહન કરવામાં આવ્યું.

Vande Gujarat News

गांधी जी के परपोते की कोरोना से मौत, जानिए- कितनी बड़ी है बापू की फैमिली

Vande Gujarat News

वित्त मंत्री निर्मला सीतारमण एक फरवरी को करेंगी केंद्रीय बजट पेश

Vande Gujarat News