Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalGujaratScienceSocial

ભરૂચ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક- 39માં બાળકો મા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે બાળ મેળાનું તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન

સ્ટેશન રોડ મિશ્રશાળામાં લાઈફ સ્કીલ મેળો યોજાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક- 39માં બાળકો મા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે બાળ મેળાનું તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન શાળા ના આચાર્ય હીનાબેન રાણાની ઉપસ્થિતિમાં થયું હતું.

સ્ટેશન રોડ મિશ્ર શાળા ઘ્વારા આયોજિત મેળામાં બાળકોએ ચીત્ર કામ ,છાપકામ, પ્રયોગોની પ્રવૃત્તિઓ, રંગ પૂરણી, રંગોળી, નાટકો ,બાળગીત, અભિનય ગીત, ફોલોઈંગ લાઈન, રેતી કામ, હાસ્ય દરબાર ,એક મિનિટની રમત ,ગડી કામ ,જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ધોરણ 1 થી 5 ના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ બાળમેળાને ઉજાગર કર્યો હતો .બાળમેળામાં એસએમસીના સભ્ય રાગિણીબેન, કનુભાઈ દેસાઈ, દીપિકાબેન, સીઆરસી પંકજભાઈ એ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. ધોરણ 6 થી 8 ના કુલ આઠ વિભાગોમાં બાળકોએ કામ કર્યું હતું.

વિભાગ 1 માં વેસ્ટ માંથી બેસ્ટ નમૂના, નકામા બોક્સમાંથી બેંગલ બોક્સ ,કાગળ કપમાંથી તોરણ, મકાઈના છોળામાંથી ફુલ બનાવવા,

વિભાગ 2 માં બેંકને લગતી તમામ માહિતી, ખાતા ખોલવાનું ફોર્મ ,પૈસા જમા અને ઉપાડ કરવા માટે ની માહિતી બાળકોને આપવામાં આવી હતી.

વિભાગ 3 માં બાળકો ને પોતાની વ્યક્તિગત સ્વચ્છતા અંગે , છોકરીઓ ને સેનિટરી નેપકીનની માહિતી આપવામાં આવી ,સ્વચ્છતા નું નાટક, સ્વચ્છ ભારત પર ડાન્સ સોંગ, પ્લાસ્ટિક વિરોધમાં પ્લાસ્ટિક સોંગ કરવામાં આવ્યું હતું.

વિભાગ-4 માં બાળકો દ્વારા વાર્તા કથન, અભિનય ગીત, અભિનય વાર્તા તથા જોક્સ ની રજૂઆત કરવામાં આવી હતી. વિભાગ 5 પર્યાવરણની ધૂન, સ્માર્ટ બોર્ડ પર બધા પ્રકારના પોલ્યુશન વિશેની જાણકારી તેનાથી થતા નુકસાનને અટકાવવા માટેના ઉપાયો બતાવી સમજાવવામાં આવ્યું હતુ .

વિભાગ 6 માં સ્માર્ટ બોર્ડ પર બાળકોને વાંચન કરવામાં આવ્યું કાગળ પર નાના ચિત્રો લગાવી તેના વિશે વર્ણન લખાવવામાં આવ્યો. ભીંતચિત્રો અનુરૂપ ગુજરાતી – અંગ્રેજી વાક્યોનું લેખન કરાવવામાં આવ્યું વિજ્ઞાનના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા.

વિભાગ 7 માં સ્માર્ટ બોર્ડ પર ઉભી – આડી ચાવી ની રમત રમાડવામાં આવી ભીત પરની ઇંગલિશ વર્ડ ગેમ શિક્ષકો દ્વારા રમાડવામાં આવી. વિભાગ 8 માં બાળકોએ કરેલા નમૂનાઓનું બાલપ્રદર્શન ભરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ભરૂચ અને સુરતમાં 7 ચીલઝડપ કરનાર ત્રીચી ગેંગના 3 ઝડપાયા

Vande Gujarat News

અંક્લેશ્વર તાલુકા પંચાયતમા 5 વર્ષમાં 14 વખત TDO બદલાયા

Vande Gujarat News

MP: खुद के खिलाफ मिली शिकायत तो कलेक्टर ने अपने ऊपर लगा दिया जुर्माना

Vande Gujarat News

કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાપુર ખાતે કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન

Vande Gujarat News

અંકલેશ્વરમાં પિતાએ 5 વર્ષિય પુત્રિ પર દુષ્કર્મ ગુજારનારની હત્યા કરી, હત્યાનો આરોપમા ઝડપાયેલ પિતાને નિર્દોષ છોડાવવા એક પોલીસ પરિવાર મદદે આવ્યો

Vande Gujarat News

सड़क हादसों पर लगेगी लगाम, सरकार उठाने जा रही है ये बड़ा कदम…

Vande Gujarat News