Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessIndia

પ્રેરણારૂપ કિસ્સો :- ક્યારેય કોલેજ નથી ગઈ સાવિત્રી જિંદાલ, આજે છે 18 અબજ ડોલરની સંપત્તિ:

પ્રેરણા રૂપ કિસ્સો :- ક્યારેય કોલેજ નથી ગઈ સાવિત્રી જિંદાલ, આજે છે 18 અબજ ડોલરની સંપત્તિ: ખૂબ જ સંઘર્ષોથી ભરેલી રહી છે ભારતની સૌથી અમીર મહિલાની જિંદગી

દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલની સંપત્તિમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે. 2020 માં સાવિત્રી જિંદાલની સંપત્તિ 4.8 બિલિયન ડોલર હતી, જે 2022 માં વધીને લગભગ 18 બિલિયન ડોલર થઈ ગઈ છે. ફોર્બ્સ મુજબ સાવિત્રી જિંદાલ છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતની સૌથી અમીર મહિલા છે. વિશ્વના અમીરોની યાદીમાં સાવિત્રી જિંદાલ 2020માં 349મા સ્થાનેથી 126મા સ્થાને પહોંચી ગયા છે. તેમના પછી બાયોકોનના કિરણ મઝમુદાર શો અને કૃષ્ણા ગોદરેજનું નંબર આવે છે.

કોણ છે સાવિત્રી જિંદાલ

સાવિત્રી જિંદાલ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોલેજમાં નહોતા ગયા, પરંતુ 55 વર્ષની વયે 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પતિ ઓપી જિંદાલના અવસાન બાદ તેમણે જિંદાલ ગ્રૂપનો બિઝનેસ સંભાળી લીધો અને ગ્રૂપના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાવિત્રી જિંદાલે માત્ર ધંધો જ નહીં સંભાળ્યો પણ રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. હરિયાણા વિધાનસભાના સભ્ય હોવા ઉપરાંત તેઓ હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સાવિત્રી જિંદાલનો જન્મ 1950માં આસામના તિનસુકિયા જિલ્લામાં થયો હતો. તેમણે ઓપી જિંદાલ સાથે લગ્ન કર્યા છે અને તેમને નવ બાળકો છે.

ખૂબ જ સંઘર્ષોથી ભરેલી જિંદગી

ઉલ્લેખનીય છે કે જિંદાલ 55 વર્ષના હતા, જ્યારે તેમના પતિ જિંદાલ સમૂહના સ્થાપક ઓમ પ્રકાશ જિંદાલ મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2005માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પતિ મૃત્યુ પામ્યા હતા. તેના પછી તેમણે પોતાના પતિનો બિઝનેસ સંભાળ્યો અને ત્યારે તેઓ અબજોપતિ બન્યા છે, જ્યારે મોટાભાગના લોકો રિટાયર થવાની યોજના બનાવે છે. સાવિત્રી જિંદાલ ગ્રુપને આગળ લઈ જઈ રહી છે અને અહીં સુધી કે સામાન્ય જનની દરેક સંભવ મદદ કરી રહ્યા છે.

સાવિત્રી જિંદાલના મોટા પુત્ર સજ્જન જિંદાલ JSW ગ્રુપને સંભાળી રહ્યા છે. તેઓ મુખ્યત્વે સ્ટીલ, સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો નાનો પુત્ર નવીન જિંદાસ એસપીએલ એટલે જિંદાલ સ્ટીલ પાવર લિમિટેડ કંપની સંભાળી રહ્યા છે. બંને જ પોતાના બિઝનેસમાં સફળ બિઝનેસમેન છે.

संबंधित पोस्ट

કોરોનાના નામે કમાણી : જો તમને કોરોના વેક્સિન માટે ફોન-મેસેજ આવે તો ચેતી જજો, ભેજાબાજો તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે:સાઇબર ક્રાઇમની અપીલ

Vande Gujarat News

વાલિયા ગોદરેજ કંપનીમાં જેસીબીના કોન્ટ્રાકટ બાબતે મારામારીના બનાવમાં પોલીસે સહિત સાત વિરુદ્ધ ફરીયાદ દાખલ.

Vande Gujarat News

દ્વારકાધીશના દર્શને જવાના હોવ તો ખાસ જાણી લેજો, તંત્રએ 4 દિવસ માટે બંધ કરી આ સુવિધા

Vande Gujarat News

ભરૂચની કંપનીના ઓપન ઇન્ટર્વ્યુમાં 700 ઉમેદવારો ઊમટ્યા, મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ

Vande Gujarat News

कर्नाटकः एचडी कुमारस्वामी बोले-BJP से दोस्ती रहती तो CM बना रहता, कांग्रेस ने बर्बाद कर दिया

Vande Gujarat News

सड़क हादसों पर लगेगी लगाम, सरकार उठाने जा रही है ये बड़ा कदम…

Vande Gujarat News