Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalIndia

યુવાનોમાં જાગૃતિ લાવવા એક દિવસ માટે શાળાના વિદ્યાર્થીઓ બનશે ધારાસભ્ય

*રાજ્ય સરકારનો નવતર પ્રયોગ:-* યુવાનોમાં જાગૃતિ લાવવા એક દિવસ માટે શાળાના વિદ્યાર્થીઓ બનશે ધારાસભ્ય

ગોંડલના સેન્ટ મેરી સ્કૂલના વિધાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગોંડલની શાળાના પાંચ પાંચ વિદ્યાર્થીઓની પસંદગી થતા ગૌરવની લાગણી પ્રસરી

આજકાલના યુવાનોમાં પોલિટિક્સ બાબતે રુચિ અને જગૃત્તનું પ્રમાણ ઓછું જોવા મળે છે. દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓને પોલિટિક્સમાં રુચિ અને જાગૃતતા વધે તથા વિદ્યાર્થીઓ પોતાની દેશ પ્રત્યેની જવાબદારી સમજે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને એક દિવસ માટે ધારાસભ્ય બનાવમાં આવશે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગોંડલના સેન્ટ મેરી સ્કૂલના વિધાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગોંડલની શાળાના પાંચ પાંચ વિદ્યાર્થીઓની પસંદગી થતા ગૌરવની લાગણી પ્રસરી રાજ્યના વિધાન સભા અધ્યક્ષ અને સરકાર દ્વારા આગામી તા. ૨૧નાં એક દિવસ માટે રાજ્યનાં વિદ્યાર્થીઓને કમાન સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હોય જે અનુસંધાને ગોંડલ સેન્ટ મેરી સ્કૂલના પાંચ વિધાર્થીઓ ની પસંદગી થતા શહેરમાં ગૌરવની લાગણી પ્રસરી છે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ દ્વારા એક નવતર પ્રયોગ રૂપે આગામી તારીખ ૨૧ ના રોજ વિદ્યાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય બનાવી અને એક દિવસીય સત્ર નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોંડલ સેન્ટ મેરી સ્કૂલના ધેવરિયા કુષ, મકવાણા ગૌતમ, વોરા જીનલ, શુક્લા અસ્મી, તેમજ આશર હિતિકા ની પસંદગી થયેલ છે. જેમના ચાર વિદ્યાર્થી ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવશે અને આશર હિદીતા ને ધારાસભ્ય ની સાથે પ્રવક્તા ની જવાબદારી પણ સોંપવામાં આવેલ છે. આ તકે શાળાના પ્રિન્સિપાલ ફાધર જોસી જોસેફ દ્વારા શુભકામના પાઠવી શાળાના શિક્ષક દુષ્યંતસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ જાડેજા ને વિદ્યાર્થી ધારાસભ્યો ની સાથે રવાના કરવામાં આવ્યા છે,ગોંડલ નાં વિદ્યાર્થી ઓ ની પસંદગી થતા શહેરમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

संबंधित पोस्ट

PM मोदी बोले- भारत में रिसर्च एंड टेवलपमेंट पर निवेश बढ़ाने की जरूरत

Vande Gujarat News

એપ્રિલમાં બસો ફાળવાશે:ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 20 ઇલેક્ટ્રિક બસ દોડશે

Vande Gujarat News

अबकी बार कोरोना का शिकार हुआ नौसेना दिवस, लेकिन INS विक्रमादित्य पर कर सकेंगे वर्चुअल टूर

Vande Gujarat News

મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી વર્ષોથી ભરૂચના અંકલેશ્વર તરફના નર્મદા નદીના કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીનોનું ધોવાણ અટકાવવા જે તે સબંધિત વિભાગને કાર્યવાહી કરવા સી.એમ વિજય રૂપાણીએ આપી સૂચના 

Vande Gujarat News

ભરૂચ જિલ્લાની ઔધોગિક વસાહતો મિથેનોલ વપરાશકર્તા 350 યુનિટ પર પોલીસ તંત્રની ચાંપતી નજર

Vande Gujarat News

“રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર” અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતે કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજી માટે પ્રથમ ક્રમ હાંસલ કર્યો

Vande Gujarat News