Vande Gujarat News
Breaking News
BharuchBJPBreaking NewsDahejGujarat

આજરોજ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ..

આજરોજ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ..


માનનિય શ્રી ભારતસિંહ પરમાર સાહેબ (પૂર્વ સાંસદ શ્રી રાજ્યસભા ,પૂર્વ મહામંત્રી ભાજપ ) દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ ભરૂચ જિલ્લાની દરેક બાળકીઓને મળે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 72 માં જન્મદિવસ નિમિત્તે 7200 ખાતાઓ અર્પણ કરી શકાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા જી , મહામંત્રી શ્રી નિરલભાઇ પટેલ જી તથા ભરૂચ જિલ્લા ભાજપાની પૂરી ટીમ આ આ કામ માટે કાર્યરત થયેલ છે..આ કાર્ય તેઓ અસ્મિતા વિકાસ કેન્દ્ર સાથે સહયોગી થઈને કરી રહ્યા છે ..ઘણા બધા દાતાશ્રીઓએ પોતાનો અમૂલ્ય ફાળો પણ આપેલ છે, અને જેના કારણે હાલ અત્યાર સુધીમાં 4000 જેટલા ખાતા ખોલાવી ચૂક્યા છે .આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ૧૧૦૦ બાળકીઓ ના જે નવા ખાતાઓ ખોલવામાં આવ્યા તે દીકરીઓને ” સુકન્યા પાસબુક”નો વિતરણ કાર્યક્રમ તથા 11 લાખનો ચેક શ્રી ભારતસિહં પરમાર તથા તેમની ટીમ દ્વારા પોસ્ટ ના સુપરિટેન્ડેન્ટ શ્રી આર. બી ઠાકોર સાહેબ અર્પણ કરવામાં આવ્યો.


આ કાર્યક્રમમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી મગન ભાઈ હનિયા સાહેબ તથા સેક્રેટરી શ્રી બળદેવભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા .તેઓએ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન તરફથી બે લાખ રૂપિયાનો ચેક સુકન્યા સમૃદ્ધિ સમૃદ્ધિ યોજના માટે શ્રી ભારત શ્રી પરમાર સાહેબને અર્પણ કર્યો હતો .આ કાર્યક્રમમાં શ્રી ભારત સિહ પરમાર સાહેબ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા સાહેબ , મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ સાહેબ , ભરૂચ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, ખુમાનસિંહ વાસિયા સાહેબ ( પ્રમુખ શ્રી NAB, ભરૂચ ) , ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના હેમરાજ ભાઈ પટેલ જી તથા અસ્મિતાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સમીરભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી યશવંતભાઈ પટેલ અને ચંદ્રકાંતભાઈ પટેલ , પોસ્ટ ઓફિસ નો સ્ટાફ , અસ્મિતા વિકાસ કેન્દ્રનો સ્ટાફ તથા જેના સુકન્યા હેઠળ ખાતા ખોલવામાં આવ્યા હતા તે બાળકીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહી હતી.. તેઓને મહેમાનશ્રી ઓ ના હસ્તે પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતો..


શાળાના મનોદિવ્યાંગ બાળકોએ ખુબ સરસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી..કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રીમતી મનીષાબેન ત્રિવેદીએ કરેલ હતું .મહેમાનશ્રી ઓએ સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની અરુણાબેન તથા સંસ્થા ના ટ્રસ્ટી શ્રીઓ ની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ સંસ્થા ના સેવાકિય કાર્યને ખૂબ બિરદાવ્યું હતું

संबंधित पोस्ट

રાજ્યની 9 નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ માટે રૂ.188.12 કરોડના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

Vande Gujarat News

तीन सूत्र अपनाकर कृषक कर सकते है अपनी आय दोगुनी

Vande Gujarat News

ભરૂચ પોલીસે વાગરા ખાતેથી ONGC પાઇપલાઇનને પંચર કરી ક્રુડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ONGC ના અધિકારીઓની સંડોવણી બાબતે જુઓ વિડીયો શુ કહ્યું, જિલ્લા પોલીસ અધિક્ષકે

Vande Gujarat News

ખેડૂત બચાવો,દેશ બચાવો સંપર્ક અભિયાન હેઠળ ભરૂચના દયાદરાના ગ્રામજનો સાથે કોંગ્રેસ અગ્રણીઓનો સંવાદ.

Vande Gujarat News

25 द‍िसंबर : अटल बिहारी वाजपेयी जन्‍मदि‍न: कवि, पत्रकार, राजनेता, ऐसी थी शख्‍सियत

Vande Gujarat News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૯ થી ૧૧ ઓગસ્ટ સુધી તિરંગા બાઈક રેલી યોજાશે.

Vande Gujarat News