



- ગુજરાતની ઘણી બેઠકો પર આદિવાસી વોટર્સ નિર્ણાયક
- અશ્વિન કોટવાલનું બીજેપીમાં જોડાવવું એ BJP માટે ફાયદાકારક સાબિત થશે
ભરત ચુડાસમા : આદિવાસી બેલ્ટમાં સૌથી વધુ ધ્યાન ગુજરાતમાં વડાપ્રધાનથી લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પહેલા રાખતા હોય છે એટલું જ નહીં તેમાં આપ પાર્ટી એ પણ બીટીપી સાથે ગઠબંધન કરી વોટર્સને તેમના તરફ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ માટે કે અન્ય કોઈ પણ પાર્ટી માટે આદિવાસી વોટર્સ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કેમ કે, રાજ્યમાં તેમની 36 ટકા સીટો રીઝર્વ છે. રાજ્યમાં 15 ટકાથી વધુ આદિવાસી વોટર્સ છે. ગુજરાત વિધાનસભાની બેઠકોની વાત કરવામાં આવે તો 182 બેઠકો વિધાનસભાની છે.
જેમાં આ બેઠકોમાં એક સાથે 35થી 40 બેઠકો એવી છે કે, ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદાકારક છે. વડાપ્રધાને તેમની માર્ચ મહિના પછીની બીજી જ મુલાકાતમાં સૌથી મોટું આદિવાસી સંમેલન દાહોદમાં રાખ્યું હતું. જ્યાં 2થી 4 લાખ જેટલા આદિવાસીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ બાદ આમ આદમી પાર્ટી એ પણ બીટીપી સાથે ગઠબંધન કરીને ભરુચમાં મોટું આદિવાસી સંમેલન યોજ્યું,
કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ દાહોદ સહીતના વિસ્તારોમાં અત્યારથી જ આદિવાસી વોટર્સને તેમના તરફ કરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને પણ દાહોદમાં આદિવાસી હક્કો માટેની જનયાત્રામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમનો કાર્યક્રમ કેન્સલ રહ્યો પરંતુ જે રીતે બીજેપી અને આપ પાર્ટીના સુપ્રીમો અહીં આવ્યા બાદ કોંગ્રેસ પણ તલપાપડ થઈને રાહુલ ગાંધીને બોલાવવાની ફરજ પડી હતી.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની 26 બેઠકો છે આ 26 બેઠકોમાં 17 બેઠકો પર આદિવાસી વર્ચસ્વ છે. કેમ કે, સૌથી વધુ આદિવાસીઓ દક્ષિણ ગુજરાતમાં છે. જેથી દાહોદથી આ જનસભાને સંબોધવાનું કારણ એ છે કે, ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટા પર આદિવાસીઓને સંદેશો આપી શકાય. માટે દાહોદ એ કેન્દ્ર બિંદુ બની રહ્યું છે.