



એન્ડ ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈ’ જાણીતા ટીવી કલાકારનું ક્રિકેટ રમતા થયું નિધન, હજુ ગયા વર્ષે જ બન્યા હતા પિતા
એમની સાથે કામ કરતાં કો-એક્ટર વૈભવ માથુરે આ વાતને કન્ફર્મ કરી છે. આ સાથે જ શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પણ એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.
એક્ટર દિપેશ ભાનનું નિધન થઈ ગયું છે
पॉपुलर टीवी शो 'भाभी जी घर पर हैं' के एक्टर दीपेश भान का निधन.
रिपोर्ट के मुताबिक, दीपेश क्रिकेट खेलते हुए गिर पड़े थे, जिसके बाद उन्हें तुरंत अस्पताल ले जाया गया. जहां डॉक्टर ने उन्हें मृत घोषित कर दिया. #Actor#DipeshBhan #BhabhiJiGharParHai pic.twitter.com/3PuzRKXU60
— Ashish Mishra (@AshishMisraRBL) July 23, 2022
હોસ્પિટલ પંહોચતા જ એમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા
એન્ડ ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈ’ ના એક્ટર દિપેશ ભાનનું નિધન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સિરિયલમાં મલ ખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા અને ત્યારે દોડતા દોડતા પડી ગયા હતા. એ પછી એમને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પંહોચતાની સાથે જ ડોક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા હતા.
આ શોમાં એમની સાથે કામ કરતાં કો-એક્ટર વૈભવ માથુરે આ વાતને કન્ફર્મ કરી છે. આ સાથે જ ‘ભાભીજી ઘર પર હૈ’ શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પણ એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી અને શોક જાતવ્યો હતો. સાથે જ કવિતા કૌશિકે પણ ટ્વિટ કરીને એમના નિધન પર શોક જાતવ્યું હતું. કવિતાએ લખ્યું હતું કે ‘ફક્ત 41 વર્ષની ઉંમરમાં અચાનક અમને છોડીને ચાલ્યા ગયા એ વાતથી હું ઘણી શોક છું. મે એમની સાથે કામ કર્યું છે અને મને ખબર છે એમને આજ સુધી ક્યારેય દારૂ નથી પીધો અને ધુમ્રપાન પણ નથી કર્યું.’
દિપેશ ભાને ‘ ભાભી જી ઘર પર હૈ’ શો પહેલા ઘણા શો માં કામ કર્યું છે જેવા કે ‘કોમેડી કિંગ કોન’, ‘કોમેડી ક્લબ’, ‘ ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિત અનેક અલગ અલગ રોલ પણ નિભાવ્યા છે. આ સાથે જ દીપેશે વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતૂ ઉટપટાંગ ચટપટી કહાની’માં પણ કામ કર્યું હતું. આટલું જ નહીં એમને સુપરસ્ટાર આમિર ખાન સાથે T-20 વર્લ્ડકપની એક એડમાં કામ કર્યું હતું.