Vande Gujarat News
Breaking News
Breaking News Dharm Gujarat Rajkot

રાજકોટના મ્યુનિ.કમિશનરનું જાહેરનામું: શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

રાજકોટના મ્યુનિ.કમિશનરનું જાહેરનામું: શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રાવણ માસનો મહિનો પાસે આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે તમામ કતલખાના બંધ રાખવા મ્યુનિ. કમિશનરનો આદેશ. આ સમય દરમ્યાન નોનવેજનાં વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સહિત જન્માષ્ટમીમાં પણ નોનવેજનાં વેચાણ અને કતલ ખાના બંધ રાખવા આદેશ ફરમાવ્યો છે. રાજકોટમાં આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ રહ્યો છે. શ્રાવણમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમીના તહેવારમાં કતલખાના બંધ રાખવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આગામી શ્રાવણ માસના ચાર સોમવાર અર્થાત 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર 19મી ઓગસ્ટના રોજ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી તેમજ ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવવામાં આવ્યો છે. તમામે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા તહેવારો, ગાંધીજયંતિ, સાધુ વાસવાણી જયંતિ સહિતના દિવસોમાં કતલખાના બંધ રાખવા માટેનો જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

संबंधित पोस्ट

ભરૂચ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ થી ઠંડક પ્રસરી.

Vande Gujarat News

पीएम मोदी ने की जो बाइडेन से बात, कोरोना महामारी और जलवायु परिवर्तन पर हुई चर्चा

Vande Gujarat News

Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor, Alia Bhatt-starrer Brahmastra: report

Admin

ભારત દેશ ની આઝાદી ના ૭૫ માં વર્ષે “આઝાદી ના અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે “હર ઘર તિરંગા ” અભિયાન ને વેગ મળે એ અભિગમથી,કૃપાબેન દોશી દ્વારા.. ૨૫૦ વિદ્યાર્થીઓને ,શાળામાં આવતા વાહનચાલકોને, અને સ્ટાફપરિવાર ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું

Vande Gujarat News

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ , જીનવાલા કેમ્પસ ખાતે ” આઝાદીનો અમૃત મહોત્સવ – હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

Vande Gujarat News

મીર ઘાટીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આતંકીઓ ઠાર

Vande Gujarat News