Vande Gujarat News
Breaking News
Breaking News India Social Sports

હાર્દિક પંડ્યા વન-ડેમાંથી લઈ શકે છે સંન્યાસ… પૂર્વ કોચના નિવેદનથી સ્પોર્ટ્સ જગતમાં ખળભળાટ

હાર્દિક પંડ્યા વન-ડેમાંથી લઈ શકે છે સંન્યાસ… પૂર્વ કોચના નિવેદનથી સ્પોર્ટ્સ જગતમાં ખળભળાટ

ભવિષ્યમાં પંડ્યા તેનું આખું ધ્યાન ટી20 ક્રિકેટ પર લગાવી શકે છે અને ફક્ત પંડ્યા જ નહિ પણ બીજા ઘણાં ખેલાડીઓ અન્ય બધા ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે.’

રવી શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું

હાર્દિક આવતા વર્ષે વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે

ટેસ્ટ ક્રિકેટ હંમેશા રહેશે કારણ કે તે રમતને મહત્વ આપે છે.- શાસ્ત્રી

ભારતનાં પૂર્વ કોચ અને દિગ્ગજમાંથી એક એવા રવી શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે હાર્દિક આવતા વર્ષે ભારતમાં રમવામાં આવનાર વર્લ્ડ કપ પછી વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે. પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું હતું કે ભવિષ્યમાં ખેલાડીઓ અન્ય ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે. શાસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે થોડા દિવસ પહેલાં જ ઈંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોકસ 31 વરની ઉંમરે વનડેને અલવિદા કહી દીધું હતું.

શાસ્ત્રીએ આ વિશે એક પત્રકાર સાથે વાટ કરતા જણાવ્યું હતું કે, ‘ભવિષ્યમાં પંડ્યા તેનું આખું ધ્યાન ટી20 ક્રિકેટ પર લગાવી શકે છે અને ફક્ત પંડ્યા જ નહિ પણ બીજા ઘણાં ખેલાડીઓ અન્ય બધા ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે.’ આ દિવસોમાં ફરી કોમેન્ટ્રી તરફા પાછા ફરેલ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટ હંમેશા રહેશે કારણ કે તે રમતને મહત્વ આપે છે. પરંતુ હવે તમારી પાસે એવા ખેલાડીઓ છે જેમણે તેમના ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.’

આગળ એમને કહ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યાને જોઈ લો. એ ટી20 મેચ જ રમવા માંગે છે. હાર્દિક આ વાતને લઈને ઘણાં સ્પષ્ટ છે અને એ વિશે હું બીજું કઈ નથી કહેવા માંગતો.’ રવી એ આગળ કહ્યું હતું કે એ 50-50 એટલા માટે રમે છે કારણકે તેનું આવનાર આયોજન આ વર્ષે ભારતમાં થવા જઇ રહ્યું છે. ટુર્નામેન્ટ પછી એ તેને ગમતું ફોર્મેટ પસંદ કરશે. હાર્દિક પછી બીજા ખેલાડીઓ પણ અન્ય ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરશે અને જો તેઓ આમ કરશે તો એમને કોઈ નહીં રોકી શકે કારણ કે એમને આમ કરવાનો દરેક અધિકાર છે. જ્યાં સુધી વિશ્વના તમામ દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘટાડો કરવા માટે એકસાથે નહીં આવે ત્યાં સુધી ક્રિકેટરો અમુક ફોર્મેટ છોડવાનું ચાલુ રાખશે.

संबंधित पोस्ट

પ્રસૂતા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલ ના ગેટ પાસે જ 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

Vande Gujarat News

वैक्सीनेशन पर स्वास्थ्य मंत्रालय ने जारी की गाइडलाइंस, कोरोना वैक्सीन लगवाने से पहले जान ले आपके लिए सुरक्षित है या नहीं

Vande Gujarat News

અંકલેશ્વર પાલિકાના વિપક્ષની પ્રેસ કોન્ફ્રન્સ – સત્તા પક્ષને ભષ્ટ્ર અને જોહુકમીનો વહીવટ ગણાવી કર્યા પ્રહાર

Vande Gujarat News

पाकिस्तान: जीवन बीमा करवा अमेरिका से लड़ रहा था तालिबानी आतंकी, मारा गया तो खुला राज

Vande Gujarat News

किसानों का नुकसान, सुप्रीम कोर्ट के कृषि कानूनों के अमल पर रोक से सीधी कपास खरीद बंद

Vande Gujarat News

સીએમ હાઉસથી એક ફોન ગયો ને, કેન્સરના દર્દીને નવજીવન મળ્યું – સીએમ ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્ર થકી સંવેદના ભળી

Vande Gujarat News