Vande Gujarat News
Breaking News
Breaking News India Social Sports

હવે હાઇવે સેક્ટરના મોટા ખેલાડી બનશે ગૌતમ અદાણી, AGMમાં પણ સંકેત મળ્યો

હવે હાઇવે સેક્ટરના મોટા ખેલાડી બનશે ગૌતમ અદાણી, AGMમાં પણ સંકેત મળ્યો

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે હાઇવે સેક્ટરમાં ઝડપી ગતિએ પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. તેમણે શેરધારકોની વાર્ષિક સાધારણ સંકેતમાં તેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે અદાણી જૂથ ક્યારેય પણ ભારતમાં રોકાણ કરવાથી પાછળ હટ્યું નથી કારણ કે જૂથની વૃદ્વિ દેશની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલી છે.

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે હાઇવે સેક્ટરમાં ઝડપી ગતિએ પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. તેમણે શેરધારકોની વાર્ષિક સાધારણ સંકેતમાં તેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે અદાણી જૂથ ક્યારેય પણ ભારતમાં રોકાણ કરવાથી પાછળ હટ્યું નથી કારણ કે જૂથની વૃદ્વિ દેશની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલી છે.

દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા

અદાણીએ કહ્યું કે તેઓ ભારતના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના નિર્માતાના રૂપમાં વિકસિત થઇ રહ્યાં છે. સાથે જ દેશ કેટલાક મોટા મોટા કોન્ટ્રાક્ટ્સ પણ જીતી રહ્યું છે. જ્યારે પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન અને સિટી ગેસ જેવા કારોબારમાં પહેલા જ પર્યાપ્ત માર્કેટ શેર વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ દેશના બંદરના ક્ષેત્રમાં પહેલાથી જ દિગ્ગજ પ્લેયર છે. તેની સાથે જ એરપોર્ટ્સ ક્ષેત્રે પણ ગતિ જોવા મળી રહી છે. આજે દેશનું બીજું સૌથી વ્યસ્ત મુંબઇ એરપોર્ટ પણ અદાણી જૂથનો જ હિસ્સો છે.

સિમેન્ટના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં હોલ્સિમની સંપત્તિના ટેકઓવર બાદ, જેમાં દેશભરમાંથી બે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ, એસીસી અને અંબુજા સિમેન્ટ્સ સામેલ છે. હવે તેમનું જૂથ ભારતમાં બીજુ સૌથી મોટું સીમેન્ટ નિર્માતા ગ્રુપ બની ગયું છે. તે કાર્યસ્થળ પર તેની સમીપતા આધારિત બિઝનેસ મોડલનું એક ઉપયોગી ઉદાહરણ છે. તે સિવાય તેોએ ડેટા સેન્ટર, ડિજીટલ સુપર એપ અને ઇન્ડસ્ટ્રીયલ ક્લાઉડથી લઇને રક્ષા અને એરોસ્પેસ, મેટલ અને મટીરિયલ સુધીના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. તે સરકારના આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને અનુરૂપ છે.

માર્કેટ કેપ 200 અબજ ડોલરથી વધુ

આ વર્ષે તેમના ગ્રૂપનો માર્કેટ હિસ્સો કેપિટલાઇઝેશન 200 બિલિયન અમેરિકી ડોલરથી વધુ હતો. તેમનું જૂથ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અબજો ડોલર એકત્ર કરવા માટે સક્ષમ હતું. તેમના વિકાસ અને સફળતાને દુનિયાભરમાં સફળતા મળી છે. અનેક વિદેશી સરકાર, પોતાના ભૌગોલિક વિસ્તારમાં કામ કરવા અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં મદદ કરવા માટે પણ સંપર્ક કરી રહી છે. 2022માં, અમે ભારતની સરહદ પાર કારાબોર માટે વ્યાપક વિસ્તારની તપાસ કરી રહ્યાં છે.

संबंधित पोस्ट

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટે ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની પણ ઉજવણી કરવામાં આવી

Vande Gujarat News

RBI ने बैंक ग्राहकों को किया अलर्ट! भूलकर भी न करें इन Mobile Apps का इस्तेमाल, पल भर में खाली हो सकता है खाता

Vande Gujarat News

गुजरात: मैदान में उतरी AAP और AIMIM-बीटीपी, दिलचस्प होंगे निकाय चुनाव

Vande Gujarat News

અંકલેશ્વર GIDCની શ્રદ્ધા કેમિકલ કંપનીમાં પરપ્રાંતિય કામદારનું મોત

Vande Gujarat News

भारतीय दूतावासों के बाहर प्रदर्शन के आरोप में खालिस्तानी आतंकियों के खिलाफ नई FIR

Vande Gujarat News

ધોધમાર વરસતા વરસાદથી હવે BTET ના જવાનો ને મળશે રક્ષણ, ભરૂચ રોટરી ક્લબ દ્વારા જવાનોને રેઇનકોટ વિતરણ કરાયું, એસ.પી. ડૉ.લીના પાટીલે એ જવાનોની કામગીરી બિરદાવી કર્યા પ્રોત્સાહિત..

Vande Gujarat News