Vande Gujarat News
Breaking News
Agriculture BJP Breaking News Business Development Farmer Govt Gujarat Health India Sabarkantha (Himmatnagar)

ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

સાબર ડેરીના 3 પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ એવું કહ્યું કે દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાનું કામ ધમધોકાર ચાલુ છે.

દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાનું કામ ધમધોકાર ચાલુ

નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ સાથે જોડાઈ શકશે

ખેડૂતો સપ્યાલ ચેઈન સાથે પણ જોડાઈ શકશે 

ગુજરાતના ખેડૂતોને મળશે મોટો લાભ 

પીએમ મોદીએ સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે કહ્યું 

સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ ખેડૂતો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની (ખેડૂત ઉત્પાદક સંગઠનો) રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે જોડાઈ શકશે. મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.

જાણો શું છે ખેડૂત ઉત્પાદક સંગઠનો

સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે.

ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે અને સાબર ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ટેકો આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરી શકશે. તેઓ ગુજરાતમાં સાબર ડેરી ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોના ઉદઘાટન બાદ સંબોધન કરી રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સમર્પિત રીતે કામ કર્યું છે. કૃષિથી પશુપાલન સુધી, અમે નાનામાં નાના ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોયો છે.

news18.com

આજે દેશમાં 400 કરોડ લીટર ઈથેનોલનું મિશ્રણ 

પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં પેટ્રોલમાં 40 કરોડ લિટરથી પણ ઓછા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હતું આજે તે વધીને

400 કરોડ લીટર સુધી પહોંચી રહ્યું છે. 

3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ 

અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, સરકારે છેલ્લા 2 વર્ષમાં એક વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવું બોલ્યાં પીએમ મોદી 

કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વાનની પહેલ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન બની ગયું છે. અગાઉ પ્રાણીઓના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું, જ્યારે તેઓ મૃત્યુ પામતા હતા. આ એક કારણ છે કે અમે ભારતમાંથી પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, રેલવે લાઈન પહોળી કરવાની વાત હોય કે હાઈવેનો વિકાસ હોય, સરકારે સાબરકાંઠામાં કનેક્ટિવિટી માટે અસાધારણ માળખું ઊભું કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આદિવાસીઓની સંસ્કૃતિ અને યોગદાનને મોખરે લાવવા અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉજવણી કરવા પર કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો પણ નિર્ણય કર્યો છે.

संबंधित पोस्ट

नेपाल में राजनीतिक तूफान, विरोध के बावजूद PM ओली की सिफारिश पर संसद भंग, अप्रैल में चुनाव

Vande Gujarat News

ઝાડેશ્વરના કેબલ બ્રિજ પાસે કારમાં શોર્ટ સર્કિટથી આગ -કારમાં સવાર તમામનો આબાદ બચાવ

Vande Gujarat News

दिल्ली दहलाने की साजिश नाकाम, पकड़े गए जैश-ए-मोहम्मद के दो आतंकी

Vande Gujarat News

ઝઘડિયામાંથી રોયલ્ટી ચોરી કરી ખનિજ વહન કરતી 6 ટ્રકો ઝડપાઈ

Vande Gujarat News

નેત્રંગ તાલુકામાં કોરોના વેક્સીનનો પ્રારંભ : ૪૬ આરોગ્ય કર્મીઓને વેક્સીન અપાઇ

Vande Gujarat News

राज्य पर्यटन विभाग ‘केवल कच्छ नहीं, केवड़िया भी’ की थीम पर बनाएगा नई विज्ञापन फिल्म

Vande Gujarat News