



રાષ્ટ્રના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ‘રાષ્ટ્રપત્ની’ જેવા અશોભનીય શબ્દના કરેલા ઉચ્ચારણને સખત શબ્દોમાં વખોડી ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા સંગઠન દ્વારા વિરોધ નોંધાવાયો.
“સોનિયા ગાંધી માફી માંગે”, “આદિવાસી દીકરીનું અપમાન નહિ ચાલે’, “રાષ્ટ્રપતિનું અપમાન નહી ચાલે”, “અધીર રંજન ચૌધરી માફી માંગે” સહિતના પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
શ્રી કમલમ્, સેકટર ૨૧ ખાતે આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ જોડાયા હતા.
મહાનગરના તમામ વોર્ડમાં ભાજપા દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે કરેલ નિમ્નસ્તરની ટિપ્પણીને વખોડી વિરોધ પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરાયુ.