



ભરૂચ પોલીસ દ્વારા બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ મિથનોલ બનાવતી અને ઉપયોગ કરતી કંપનીઓમાં તપાસ શરૂ કરાઈ
ભરૂચ પોલીસે ૩૫૦ થી વધુ ઉદ્યોગોમાં તપાસ કરી..
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ત્રણ ટીમોએ સરપ્રાઈઝ ચેકીંગ કર્યું
ઉદ્યોગોને મિથેનોલનું સ્ટોક પત્રક જાળવવા સૂચના અપાઈ
કાગળ ઉપર અને હાજર સ્ટોકમાં તફાવતના મામલામાં કડક કાર્યવાહી થશે
મિથેનોલની હેફેર ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળજ કરવા સૂચના અપાઈ
ભરૂચ જિલ્લામાં પણ વિવિધ કંપનીઓમાં મિથેનોલનું ઉત્પાદન થતું હોય છે જેને કારણે ભરૂચમાં પણ પોલીસે ૩૫૦થી વધુ ઉદ્યોગો ઉપર ચેકિંગ હાથ ધર્યું છે અને આ મેથેનોલનું ખોટી રીતે ઉપયોગ ન થાય તે માટે પોલીસે પણ સાવચેત રહેવા કંપની સત્તાધીશોને સૂચનો કર્યા છે બોટાદ ની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ પણ કામે લાગી ગઈ છે
બોટાદમાં સર્જાયેલા લઠ્ઠા કાંડમાં મિથેનોલનું કેમિકલ ના કારણે મોત થયા હોવાના વિસ્ફોટ થતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ૭ ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઔદ્યોગિક વસાહતોમાં પણ મિથેનોલનું ઉત્પાદન થતું હોય છે ત્યારે આનો ખોટી રીતે ઉપયોગ ન થાય તે માટે ભરૂચ જિલ્લાની પોલીસ પણ વિવિધ જીઆઇડીસીમાં તપાસ હાથ ધરી રહી છે અને જે કંપનીમાં મિથેનોલનું ઉત્પાદન થાય છે તેમને સાવચેતી રાખવા માટેનું સૂચન પણ કરવામાં આવી રહ્યું છે.