



જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયાની પૂર્ણાહુતી તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કૌશલ્ય વિકાસ અને ઉઘોગ સાહિસકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત તા:- ૧૬/૦૭/૨૦૨૨ શ્રી ભરૂચના કલેકટર શ્રી તૃષાર સુમેરાના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જન જાગ્રુતિના કાર્યક્રમોનું આયોજન કરાયું અને ચિત્રલેખન તેમજ નિબંધ લેખન સ્પર્ધાઓનું આયોજન કરાયેલ હતા.
કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન કરતા નિયામક શ્રી ઝયનુલ સૈયદે પખવાડીયા દરમ્યાન યોજાયેલ કાર્યક્રમ વિશે હાજરજનોને માહિતગાર કર્યા હતા અને સરકારશ્રીની સુચના મુજબ આયોજીત આ કાર્યક્રમમાં સહભાગી થનાર સંસ્થાઓ તેમજ તાલિમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો,
પ્રમુખ પદેથી બોલતા રોટરી કલબ ઓફ ફેમીનાના પ્રમુખ શ્રી મધુસિંહ મેડમે વડાપ્રધાનશ્રીના કૌશલ ભારત શશકત ભારત અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સંસ્થાના તેમજ વિધાર્થિઓના આ અભિગમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને સરકા શ્રીના આવા મહત્વપૂર્ણ કાર્યક્રમમ હજુ યોગદાન આપી શકિએ માટે સૌને હાકલ કરી હતી. જેએસએના અધ્યક્ષ ફિરદોશબેન મન્સુરીએ જેએસએસના ટીમ મેમ્બર્સને સન્માનિત કરતા જણાવ્યુ કે જે ઉત્સાહપૂર્વક ટીમના સભ્યો કાર્ય કરે છે તે જોતા અમને ખુબ આનંદની લાગણી વ્યકત થાય છે. તમે ઉંત્સાહપૂર્વક કાર્ય કરતા રહો અને સમાજના તમામ વર્ગના લોકોને સ્કીલ તાલીમાં અને જન જાગ્રુતીમાં લોકોને જોડતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી,
પોતાના જન્મદિવસની પૂર્વસંધ્યાએ આનંદ વ્યક્ત કરતા શ્રી કે.કે,રોહીતે ણાવ્યું કે જન શિક્ષણ
સંસ્થાન પરિવાર ખુબજ ઉત્સાહપૂર્વક પોતાની જવાબદારીઓને નિ વહન કરે છે. એ જોઈને ખુબ આનંદ થાય
છે. આજે મારા જન્મદિને સ્ટાફ સભ્યો દ્વારા કેકનું આયોજન કરી ભાવવિભોર કરી દીધો છે. તેઓએ જેએસએસના તમામ સભ્યોને તમામ કાર્યક્રમોમાં સફળતા માટે આશિર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન વિધાર્થીઓને નિબંધ લેખન સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થી પ્રથમ ક્રમે શેખ સમિરાબાનું દ્વિતીય ક્રમે શેખ મહેરિબાનું તૃતીય ક્રમે દિનિયાત ફડિમા જ્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મોરે સ્નેહા દ્વિતીય ક્રમે ઠાકોર ડિમ્પલ તૃતીય ક્રમે વસાવા સંજનાનાઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા. તેમજ જેએસએસનાં સ્ટાફ સભ્યો સર્વશ્રી શ્રીમતી હેતલબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલીયા, શ્રી જઇમભાઈ કાગઝીને તેમની ઉત્કૃષ્ઠ કામગીરીને દયાને લઈ એવોર્ડ ઓફ એક્ષેલેન્સથી” મહાનુભાવોનાં હસ્તે સન્માનીત કરાયાં,
કાર્યક્રમના અંતે જેએસએના ફિલ્ડ અને લાઈવલી હુડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલિયા દ્વારા ઉપસ્થીત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી હેતલબેન અમીતભાઈ પટેલે કર્યુ હતું, કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન ગાઈ સૌ છુટા પડ્યા હતા.