Vande Gujarat News
Breaking News
Ahmedabad Breaking News Development Gujarat India Intresting Technology World News

ટાઈમ મેગેઝિનના “ વિશ્વના મહાનતમ સ્થળો-2022”માં અમદાવાદને સ્થાન

ટાઈમ મેગેઝિનના “ વિશ્વના મહાનતમ સ્થળો-2022”માં અમદાવાદને સ્થાન

અમદાવાદ, એક એવું શહેર જે સ્વતંત્રતા પુર્વે કપાસની મિલો અને કાપડ ઉદ્યોગોથી ધમધમતું હતું. આજે, તે ગુજરાતના વિકાસના એન્જિનનું કેન્દ્ર છે. અગાઉ ભારતનું માન્ચેસ્ટર કહેવાતાઆ શહેરને 2017માં ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદ એક જીવંત સંસ્કૃતિ, કલા, પરંપરાઓ અને ઉત્સાહપૂર્ણ જીવન સાથે ધબકતું શહેર છે.

આ કારણોથી TIME મેગેઝિન દ્વારા ‘વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસિસ 2022’માં ભારતના એકમાત્ર ‘યુનેસ્કો હેરિટેજ સિટી’નો કરાયો સમાવેશ

સાબરમતી નદીના બે કાંઠે વસેલું અમદાવાદએ આધુનિકતા સાથે ભવ્ય ભૂતકાળના આકર્ષણનું સંગમ સ્થાન છે. સીદી સૈય્યદની જાળી પરની કોતરણીથી લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી અમદાવાદમાં તમામ સ્થળોનો સમન્વય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ આ શહેરની મહત્વની ભૂમિકા છે. મહાત્મા ગાંધીએ 12 માર્ચ, 1930ના રોજ સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.

ખુબ ઓછા લોકો એ વાત જાણે છે કે 11મી સદીમાં શાસક આશા ભીલના નામ પરથી આ શહેરને આશાવલ પણ કહેવામાં આવતું હતું. સ્વદેશી અમદાવાદી સાડી હજુ પણ આશાવલી સાડી તરીકે ઓળખાય છે. આ વિસ્તાર હાલના જમાલપુર દરવાજા થઈને કેલિકો મિલ્સથી આસ્ટોડિયા દરવાજા સુધી વિસ્તરેલો છે જે આશા ભીલના ટેકરા તરીકે ઓળખાતું હતું . આશાવલી સાડીઓ વણાટનું કેન્દ્ર આજે અમદાવાદના કોટવાળા શહેરમાં આવેલું છે.

જૂના અમદાવાદ શહેરની પ્રખ્યાત હેરિટેજ વોક તમને પોળમાં લઈ જશે અને તમને જૂના શહેરના જીવનની ઝલક આપશે. તો સાથે જ, જૂના શહેરની કેટલીક ઇમારતોમાં ફ્રેન્ચ અને પર્શિયન સ્થાપત્યની ઝલક પણ જોઈ શકાય છે.

ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નવા આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું નિર્માણ અંદાજિત ₹400 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વિવિધ દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને પ્રદર્શિત કરવા ₹ 260 કરોડના ખર્ચે બનેલ 68 ટેન્ક ધરાવતી એક્વેટીક ગેલેરી ભારતમાં સૌથી મોટી છે. સાથે જ તેમાં પાણીની અંદર ચાલવાનો અદભૂત માર્ગ બનાવવામાં આવ્યો છે જે મુલાકાતીઓને આકર્ષક અનુભવ આપે છે.

 

રૂપિયા 127 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રોબોટીક ગેલેરી 11,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે જેમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ્સ છે. આ ગેલેરીમાં હ્યુમનોઈડ રોબોટ્સનો સમાવેશ થાય છે જે દેખાવમાં માનવ જેવા જ હોવાની સાથે આસપાસના લોકો સાથે વાતચીત પણ કરે છે. આજે બાળકો અને યુવાનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેની સાથે 20 એકરમાં ફેલાયેલા નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના કેમ્પસમાં આવેલી કાઈઝેન એકેડમી, એક આકર્ષક જાપાનીઝ શૈલીનો ઝેન ગાર્ડન ધરાવે છે. આ ગાર્ડન વિશે એક રસપ્રદ બાબત એ છે કે તેને અમદાવાદની પ્રાચીન અને આધુનિક એમ બે શહેર આધારિત આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ઝેન ગાર્ડનથી 10 મિનિટ દૂર, તમને લો ગાર્ડન ખાતે સ્થાનિક કલા અને પરંપરાગત પોશાકનો ખજાનો જોવા મળશે. આ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન ભારતના વિવિધ ભાગોમાંથી હજારો લોકો ઉમટી પડે છે. જૂના શહેરમાં આવેલ M.G હાઉસ એ અસલ ગુજરાતી ભોજનનો સ્વાદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તે વિસ્તારની આસપાસ તમને 7 દાયકાથી વધુ સમયથી વિવિધ પ્રકારની મીઠાઈઓ વેચતી દુકાનો અને વિક્રેતાઓ જોવા મળશે.

તદ્ઉપરાંત એશિયાની શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાઓમાંની એક- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પણ અમદાવાદમાં છે. તેનું જૂનું કેમ્પસ પણ જોવા લાયક સ્થળ છે કારણ કે તે પ્રખ્યાત આર્કિટેક્ટ લુઇસ કાહ્ન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

મુલાકાત લેવા માટેના અન્ય સ્થળોમાં સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, પતંગ બજાર વગેરેનો સમાવેશ થાય છે.

संबंधित पोस्ट

ISRO के बड़े वैज्ञानिक का दावा-जहर देकर हुई थी मारने की कोशिश

Vande Gujarat News

અંક્લેશ્વર તાલુકા પંચાયતમા 5 વર્ષમાં 14 વખત TDO બદલાયા

Vande Gujarat News

કચ્છી માડુ ‘કૌન બનેગા કરોડ પતિ’માં 50 લાખ જીત્યા, કચ્છને ત્રણ એમ્બ્યુલન્સ આપી દાનમાં

Vande Gujarat News

उद्धव सरकार का एक साल, CM बोले- हमें पवार साहब और सोनिया जी का मार्गदर्शन प्राप्त है

Vande Gujarat News

દુનિયાના ટોપ 10 સોલાર પાર્કમાં ભારતના ચાર:ભારતના સૌથી મોટા ભડલા સોલાર પાર્કથી કચ્છનો રિન્યુએબલ પાર્ક 1200 ગણો મોટો

Vande Gujarat News

ભરૂચમાં ગતરોજ રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થતા ભરૂચના નિચાણ વાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા….

Vande Gujarat News