Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Development Educational Festival Govt Gujarat Health

શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે “માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા નંદેલાવ ગામે પ્રાથમિક શાળાના 84 માં સ્થાપના દિને ભોજન કરાવી ઉજવણી કરાઇ

શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે “માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા નંદેલાવ ગામે પ્રાથમિક શાળાના 84 માં સ્થાપના દિને ભોજન કરાવી ઉજવણી કરાઇ

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી નંદેલાવ પ્રાથમિક શાળા ખાતે શાળાનો 84 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દિવસે બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી પ્રાથમિક શાળા આવેલી છે.જેમાં ગામના 170 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.નંદેલાવ પ્રાથમિક શાળાનો આજ રોજ 83 વર્ષ પૂર્ણ થતાં શાળાનો સ્થાપના દિવસ ઉજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન,તાલુકા પંચાયતના અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતાં.શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળાની બાળાઓએ અલગ દેશ ભકતી ગીત પર પોતાની કૃતિઓ બતાવી હતી.ત્યાર બાદ હાજર મહાનુભાવોના અને શાળાની બાળાઓના હસ્તે કેક કાપીને શાળાના સ્થાપના દીવસની ઉજવણી કરી હતી.ત્યાર બાદ માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ બાળકોને ભોજન કરાવવામાં.આવ્યું હતું.

संबंधित पोस्ट

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

Vande Gujarat News

તુર્કીમાં 7નો પ્રચંડ ભૂકંપ : 18 નાં મોત, 400 થી વધુ ઘાયલ – એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર નીચે ભૂકંપનું એપી સેન્ટર

Vande Gujarat News

લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવાની કરી માંગ? જાણો વિગતે.

Vande Gujarat News

આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકોના પરિણામ, 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત – પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ બે બેઠક પર આગળ

Vande Gujarat News

વાલિયા સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ નેશનલ હાઈવે 48 ને જોડતા રસ્તાને 22 વર્ષથી નહિ બનાવતા આઠ ગામના લોકોમાં રોષ

Vande Gujarat News

બબીતા ફોગાટ બોલી, કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે

Vande Gujarat News