Vande Gujarat News
Breaking News
BJP Breaking News Election India Intresting Political

અમિત શાહની મોટી જાહેરાત: 2024ની લોકસભા ચૂંટણીમાં કોણ હશે PM પદના ઉમેદવાર, દેશભરના BJP કાર્યકર્તાઓને કરી હાકલ

અમિત શાહની મોટી જાહેરાત: 2024ની લોકસભા ચૂંટણીમાં કોણ હશે PM પદના ઉમેદવાર, દેશભરના BJP કાર્યકર્તાઓને કરી હાકલ

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ તરફથી કોણ ઉમેદવાર બનશે, તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી દીધી છે અને આ ઉમેદવારને જીતાડવા માટે અત્યારથી કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો છે.

2024ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી ભાજપની તૈયારીઓ શરૂ
પટનામાં અમિત શાહે જણાવ્યું કોણ હશે ભાજપ તરફથી પીએમ પદના ઉમેદવાર
દેશભરના કાર્યકર્તાઓને લોકો સુધી આ વાત પહોંચાડવાનું કર્યું આહ્વાન

2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભાજપ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની વધુ એક જીત માટે જોર લગાવે. અમિત શાહે કહ્યું છે કે, 2024માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે. આ વાતની જાણકારી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આપી હતી. તેમણે જણાવ્યું છે કે, આ સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહ પટનામાં દેશભરમાંથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંકલ્પ પણ લીધો હતો.

2024માં નરેન્દ્ર મોદી જ હશે પીએમ પદના ઉમેદવાર

ભાજપ નેતા અરુણ સિંહે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન સત્રને સંબોધન કરતા શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, તેઓ બૂથ સ્તર પર દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના નબળા લોકો માટે મોદીને રાજકીય સમર્થનને લઈને જન જાગૃતિ અભિયાન શરુ કરે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કાર્યકર્તાઓને અમૃત મહોત્સવને ધ્યાને રાખીને દેશભક્તિની ભાવના ફેલાવવા માટે 9થી 12 ઓગસ્ટ સુધી ચાર દિવસ સમર્પણ કરે. અરુણ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને એવું પણ કહ્યું કે, તે 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે અને પ્રધાનમંત્રી મોદીની સતત ત્રીજીવાર જીત માટે વાપસી નક્કી કરે. તેમણે ગત વખત કરતા આ વખતે વધારે સીટનો ટાર્ગેટ પણ આપ્યો છે.

સૌને સાથે લઈને ચાલે છે ભાજપ

અહીં ઉલ્લેખનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 300થી વધારે સીટો જીતી હતી. અરુણ સિંહે કહ્યું કે, શાહે કાર્યકર્તાઓને સામાન્ય લોકોને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસીને કેન્દ્રીય કેબિનેટમાં અત્યાર સુધીમાં વધારે પ્રતિનિધિત્વ જેવા તથ્યોથી માહિતગાર કરવા માટે પણ કહ્યું છે. ગ્રામિણ લોકોનું પ્રતિનિધિત્વ પણ વધ્યું છે. દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું તેને લઈને પણ અમિત શાહે ભાર આપ્યો કે, ભાજપ સમાજના તમામ વર્ગોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. વંચિતોને તેમનો હક મળી રહ્યો છે. તેના માટે મોદીજીને ધન્યવાદ. એક આદિવાસી મહિલા ટોચના સંવૈધાનિક પદ પર પહોંચી ગઈ છે.

संबंधित पोस्ट

RBI ने बैंक ग्राहकों को किया अलर्ट! भूलकर भी न करें इन Mobile Apps का इस्तेमाल, पल भर में खाली हो सकता है खाता

Vande Gujarat News

पाकिस्तान में मंदिर पर हमले के मामले में 8 पुलिस अधिकारी सस्पेंड, 100 से ज्यादा लोग गिरफ्तार

Vande Gujarat News

જંબુસર તાલુકાના જંત્રાણ ગામે પત્તાપાનાનો જુગાર રમતા નવ આરોપીઓ ૫૬૭૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા અને ત્રણ જુગારીઓ ફરાર

Vande Gujarat News

અંબાજીમાં શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, CM આ દિવસે રૂ. ૧૩.૩પ કરોડના લાઈટ સાઉન્ડ શૉનું ઉદઘાટન કરશે

Vande Gujarat News

पश्चिम बंगाल में कई जगहों पर टीएमसी-बीजेपी समर्थकों के बीच हिंसक झड़प, कई घायल

Vande Gujarat News

અમદાવાદના પિપળજ રોડ પર કારખાનામાં બોઈલર ફાટતા કપડાંના ગોડાઉનમાં આગ – કુલ 12ના મૃત્યુ 8 સારવાર હેઠળ – નિયમોની ઐસીતૈસીથી જિંદગીઓનું જોખમ

Vande Gujarat News