Vande Gujarat News
Breaking News
Breaking News Dharm Gujarat Surat

વિશ્વનું પહેલું શિવ મંદિર છે જે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે.

વિશ્વનું પહેલું શિવ મંદિર છે જે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે. તથા આ મંદિરને સુરતનું તીર્થ પણ માનવામાં આવે છે.

શ્રાવણ માસ શહેરના શિવ મંદિરોહર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું છે. ત્યાંજ વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ ફરી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મંદિરોમાં પ્રસાદની સામગ્રીઓ ચઢાવવામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવેથી આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને ભાવિક ભક્તો મંદિરોમાં ફુલપ્રસાદની સામગ્રી લઈ જઈ શેકે છે.

વિશ્વનું પહેલું મંદિર જે સુરત પોલીસ ચલાવે – આ ઈચ્છા મહાદેવ મંદિર જે વિશ્વનું પહેલું મંદિર છે જે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે. તથા આ મંદિરને સુરતનું તીર્થ પણ માનવામાં આવે છે. આ મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો હોય છે. ભક્તો પોતાના મન શાંત કરવા માટે અહીં આવતા હોય છે. આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર લોકોની ઈચ્છાઓ પૂર્તિ કરે છે. જેથી આ મંદિરનું નામ ઈચ્છાનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે.

બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપો ના નાશ – વધુમાં જણાવ્યું કે, દેવસેની એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પોતાની સત્તા ભગવાન શંકરને આપી દેતા હોય છે. સત્તા હાથમાં આવતા શંકર ભગવાન ખૂબ જ ભોળા હોય છે. અને ઝડપથી પ્રસન્ન પણ થઈ જતા હોય છે

ભગવાન શંકર પ્રસન્ન થઈને આશીર્વાદ આપે – ભગવાન શિવને એક બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપો ના નાશ થાય છે. કોઈ પણ ભક્ત આવે છે તો તે ભક્ત ભગવાન શંકરને રસ, દહીં, દૂધ આ તમામ પ્રકારના વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શંકરનો ગુસ્સો શાંત રહે છે. એટલે ભગવાન શંકર પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. શ્રાવણ માસનો એક એક કલાક પણ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. અહીં એક લોટા પાણી ચઢાવવાથી જ મનોકામના પૂર્ણ થાય છે.

આજ દિન સુધી એક પણ શૃંગાર બીજી વખત રીપીટ થયો નથી – વધુમાં જણાવ્યું કે અહીં શ્રાવણ હોય કે ન હોય સોમવારે રાતના સમય દરમિયાન 9 થી 11 વાગે સુધી ભગવાન શંકરના શિવલિંગનું અભિષેક કરી તેમનું શૃંગાર કરવામાં આવે છે. આ શૃંગારને જોવા માટે લોકોથી આવતા હોય છે. આટલા વર્ષોથી આજ રીતે સોમવારે ભગવાન શંકરના શિવલિંગનું શૃંગાર કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એક પણ શૃંગાર બીજી વખત રીપીટ થયો નથી. અને શૃંગારને ઘણા બધા ફૂલોથી કરવામાં આવે છે.

संबंधित पोस्ट

સૌથી પહેલા નેટવર્ક વિહોણા વિસ્તારોમાં શાળા શરૂ કરવા ભરૂચના મોટા ભાગના વાલીઓ એક મત

Vande Gujarat News

રોજીદ લઠ્ઠાકાંડનો સમગ્ર ખુલાસો :- Amos કંપનીનુ કયું કેમિકલ દેશી દારૂમાં ભેળવવામાં આવ્યું હતુ.અને આ કેમિકલ પીને મરી ગયા 43 લોકો:સમગ્ર ઘટનાની વિગતો જાણો.

Vande Gujarat News

पीएम मोदी आज प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार विजेताओं के साथ करेंगे बातचीत, 32 बच्चों को दिया जाएगा पुरस्कार

Vande Gujarat News

गुजरात BJP को बड़ा झटका – भरूच के सांसद मनसुख वसावाने दिया इस्तीफा….

Vande Gujarat News

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિને પહેલીવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ થશે, વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી

Vande Gujarat News

આજે તૃણમૂલની શહીદ દિવસની રેલી, કોલકાતામાં તૃણમૂલના લાખો કાર્યકરો થશે એકઠા, મમતા કરશે સૂત્રોચ્ચાર

Vande Gujarat News