



સુરતનો હરમીત દેસાઇ કોમનવેલ્થમાં ચમક્યો, ટેબલ ટેનિસમાં ભારતને અપાવ્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો, 5મો ગોલ્ડ મેડલ મેળવ્યો, સુરતના હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં મેળવ્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2022
સુરતના હરમીત દેસાઇએ મેળવ્યો ગોલ્ડ મેડલ
ટેબલ ટેનિસમાં હરમીતે દેસાઇએ મેળવ્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યાં છે જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ છે. ભારતીય મેન્સ ટેબલ ટેનિસ ટીમે ટેબલ ટેનિસની ફાઈનલમાં સિંગાપોરને 3-1થી પરાજય આપીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો હતો. ભારત તરફથી હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચ જીતીને ભારતને શાનદાર શરુઆત અપાવી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી ચળક્યો
આજે ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. PM મોદીએ ટેબલ ટેનિસ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ગોલ્ડ જીતતા હરમીતના પરિવારમાં આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
હરમીત નાનપણથી ટેબલ ટેનિસમાં ધરાવતો હતો રુચિ, પિતા બન્યા કોચ
હરમીતે સાડા પાંચ વર્ષની ઊંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. બે-અઢી વર્ષમાં તો તેઓ સ્ટેટ અને પછી નેશનલ લેવલે ઝળકવા લાગ્યા હતા. ટેબલ ટેનિસમાં હરમીતની રુચિને તેમના પિતાએ પારખી લીધી હતી. તેમણે હરમીતની ગેમ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.પિતા રાજૂલ દેસાઇ અને ભાઈ હૃદય દેસાઇ સાથે જ હરમીત ટેબલ ટેનિસ રમતા હતા. 14 વર્ષ સુધી તેમના પિતા તેમના કૉચ હતા અને મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનર તરીકે હરમીતમાં જુસ્સો ઉમેરી રહ્યા હતા.
રોજ ફિટનેશ પર 4 કલાક કામ કરે છે
એ પછી હરમીતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ માટે બહાર જવાનો મોકો મળ્યો હતો.15 વર્ષની ઉંમરે તેઓ સ્વીડન ગયા અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ. હરમીત રમવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. રોજ ફિટનેસ પર ત્રણથી ચાર કલાક કામ કરે છે.ખેલ જગતમા રફાલ નડાલ તેમનો આદર્શ છે. બોલિવૂડમાં શાહરુખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેઓ ખૂબ જ પસંદ કરે છે.