



ભરૂચ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે
મુમતાઝ પટેલે આપ્યા સંકેત
તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ: મુમતાઝ પટેલ
ભરૂચ ખાતે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મમતાજ પટેલ દ્વારા આવનારા સમયમાં રાજકારણમાં ઝંપલાવે તેવા સંકેત આપ્યા હતા.
મુમતાઝ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો પાર્ટી આવનારા સમયમાં ટિકિટ આપશે તો ભરૂચ ખાતેથી રાજકારણમાં એન્ટ્રી લેશે તેવું જણાવ્યું હતું.
ભરૂચ ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડેક્કન ફાઈન કેમ કંપનીના CSR ફંડ દ્વારા ભરૂચની મહિલાઓને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સિલાઈ મશીન થકી રોજગારી મેળવીને પગભર થવા માટે મુમતાઝ પટેલ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.