Vande Gujarat News
Breaking News
Ankleshwar Bharuch BJP Breaking News Development Govt

ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેર અને 18 ગામની પ્રજા મીઠા પાણીની યોજનાથી થશે તૃપ્ત : દુષ્યંત પટેલ

  • ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી યોજનાં માટે ₹20 કરોડની મંજૂરીની મહોર
  • 153 ભરૂચ વિધાનસભામાં આવતા આ વિસ્તારના હજારો પરિવારોને મળશે શુદ્ધ મીઠું પાણી

ભરૂચ ધારાસભ્ય અને વિધાનસભા ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટલેના પ્રયાસોથી 153 ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.

153 ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મીઠા પાણીની ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી મળી છે. જેનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા થશે. જેમાં પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ વિગેરે નિર્માણ પામશે.

આ યોજનામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છાપરા, કાંસિયા, સામોર, નોગામા, માંડવાબુજર્ગ, અમરતપુરા, મોતાલી, દઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડીમોખા, જીતાલી, પીપરોદ, સેંગપુર, ગડખોલ, અંદાળા અને સારંગપુર જેવા ગ્રામ્ય અને શહેરી સહિત કુલ 18 ગામોને શુદ્ધ મીઠું પાણી પહોંચશે.

આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારના નાગરિકો વતી હૃદયપૂર્વક ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલે આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચ વિધાન સભા મતવિસ્તારમાં પ્રજાની દરેક પ્રાથમિક સહિતની જરુરીયાતો અને સુવિધા માટે હર હમેશ તત્પર રહેતા ધરાસભ્યો પ્રત્યે ગ્રામજનો આભારની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

संबंधित पोस्ट

रोहिंग्या मुसलमानों को भासन चार द्वीप भेजना जारी, आज रवाना होगा 1776 शरणार्थियों का दूसरा जत्था

Vande Gujarat News

અંકલેશ્વર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય”વિજળી મહોત્સવ  યોજાયો.

Vande Gujarat News

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચનાં એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.

Vande Gujarat News

પતંગની દોરીએ ભોગ લીધો:ભરૂચમાં પતંગની ધારદાર દોરીથી યુવકનું ગળું કપાયું, સારવાર મળે તે પહેલાં મોત

Vande Gujarat News

બિહાર ચૂંટણીનું મતદાન પુરુ થતા જ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, ડાયાલિસિસ પર જાય તેવી શક્યતા

Vande Gujarat News

બુટલેગરોમાં નવનિયુક્ત SP ડૉ.લીના પાટીલનો ભય, દારૂની ડિલિવરી નહીં કરી શકતા દારૂ ભરેલો ટેમ્પો છોડીને બુટલેગર ફરાર

Vande Gujarat News