



અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ સ્થિત મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી.
અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિર પ્રાંગણમાં શીતળા સાતમની પૂજા અર્ચના સોસાયટીની તેમજ આજુબાજુની મહિલાઓએ શીતળા સાતમ પર્વની ધામધૂમ થી ઉજવણી કરી હતી.
અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીમાં આવેલ શિવ શક્તિ મંદિર ખાતે શીતળા સાતમ ની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ , મિષ્ઠાન,પકવાન, જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પ્રથા છે. આજરોજ જમવાનું ના બનાવી શકાય એટલે મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈ શીતળા માતાની કથા સાંભળે છે.આજે જમવાનું ના બનાવવાનું કે ચૂલો સળગાવતા નથી અને આજે જમવાનું ટાઢું જમે છે. ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને સૌ મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા હતા.