



અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેન્ક માં 5 અજાણ્યા બુકાની ધારી ધાડપાડુઓ બે બાઈક ઉપર તમંચાઓ સાથે ધસી આવી બેન્ક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચાથી બંધક બનાવી રૂપિયા ૪૪,૨૪,૦૧૫ લાખની લૂંટ ચલાવી નાસી છૂટેલ જે ૫ જેટલા ધાડપાડુઓ ભરૂચ પોલીસે સતર્કતા અને સાહસિકતા થી ઝડપી પાડી તમામ રોકડ રકમ રિકવર કરેલ.
ગતરોજ મોડી સાંજે ચાર વાગ્યાની આસપાસ અંકલેશ્વરના પીરામણ ખાતે આવેલ યુનિયન બેન્ક માં પાંચ જેટલા બુકાની ધારી ધાડપાડુઓ તમંચા સાથે બેંકમાં ધસી આવેલ અને તમંચાની અણીએ બેંકના કર્મચારીઓને અને ગ્રાહકોને બંધક બનાવી બેંકમાં રહેલ ૪૪,૨૪,૦૧૫ લાખોની કેશ ત્રણથી ચાર ઠેલા માં ભરીને બેંકની બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.
આ ઘટના બાદ બેંક પાસે ઉભેલા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા અન્ય ગુના અર્થે તપાસ કરી રહેલ હોય તે દરમિયાન આ લુટારુઓ ઉપર નજર પડતા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પોતાના જીવની પરવા કર્યા વગર હથિયાર ધારી લૂંટારો ની પાછળ પોતાની પાસે રહેલી લાકડી લઈને લૂંટારો અને ઝડપી પાડવા દોડ લગાવી હતી તે દરમિયાન એક લૂંટારોએ તેઓની ઉપર ફાયર કરેલ હતું પરંતુ તમંચામાંથી ગોળી ન છૂટતા ધર્મેન્દ્રસિંહ ઝાલા નો આબાદ બચાવ થયો હતો લૂંટારુંઓ પાસે હથિયાર હોવા છતાં પણ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તેઓનો મોરલ તોડવાનો પ્રયાસ કરેલ અને આ પ્રયાસમાં એક લૂંટારું પાસેથી રૂપિયા ભરેલ થેલો પડી ગયેલ જે ધર્મેન્દ્રસિંહ ઝાલા એ પોતાના કબજામાં લઈ લીધેલ અને ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસને આ ઘટના અંગે જાણ કરેલ.
આ ઘટનાની જાણ ભરૂચ એલસીબી સ્ટાફના પીઆઇ કરણસિંહ મંડોરા અને પીએસઆઇ પાંચાની નાઓને આ ઘટના અંગે માહિતી મળતા અગાઉથી જ તેઓ લૂંટારુઓ જે દિશામાં ભાગ્યા હતા ત્યાં પહેલેથી જ એક અન્ય ગુનાની તપાસ અર્થે રાજપીપળા ચોકડી પાસે હતા તે દરમિયાન મેસેજ મળેલ કે રાજપીપળા ચોકડી તરફ એક બાઈક ઉપર બે લૂંટારુઓ આવી રહ્યા છે જેની જાણ થતા જ પોલીસ ઇન્સ્પેક્ટર કરનસિંહ મંડોરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાંચાની નાઓ લૂંટારો આવતાની સાથે જ લૂંટારોએ પોલીસ ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કરેલ તેના વર્તા જવાબમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દરમિયાન એક લૂંટારોને ગોળી વાગતા ઝડપાઈ જવા પામેલ અને આ લૂંટારું ના મોબાઈલ ના આધારે બીજા અન્ય પાંચ લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે રાત્રિ દરમિયાન મીરાનગરમાં સર્ચ ઓપરેશન ચલાવેલ જેમાં પાંચ આરોપીઓ ઝડપાઈ ગયેલ હતા અને આ આરોપીઓ પાસેથી બેંકમાંથી લુટેલી રોકડ રકમ પણ રિકવર કરવામાં આવેલ હતી.
ભરૂચના એસ.પી ડૉ.લીના પાટીલ ના જણાવ્યા મુજબ બેંકની લૂંટમાં ઝડપાયેલ તમામ આરોપીઓ બિહારના ભાગલપુરના હોવાનું જાણવા મળે જ્યારે અન્ય એક આરોપી હાલ રહેવાસી, લક્ષ્મણ નગર, અંકલેશ્વર અને મૂળ રહેવાસી ભાગલપુર બિહારનો હોવાનું જાણવા મળેલ તેવી હકીકત જણાવેલ હતી. પકડાયેલ તમામ ૬ આરોપીઓ માંથી એક આરોપીની ભાગલપુર બિહાર ખાતે આમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ તેમ જાણવા મળેલ.
લૂંટમાં વપરાયેલ ચાર તમંચાઓ સહિત ૮ mm રાઉન્ડ પણ કબ્જે કરેલ છે
અંકલેશ્વર ના પીરામણ પાસે આવેલી યુનિયન બેન્કની લૂંટમાં તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ જિલ્લાની સમગ્ર પોલીસને કામે લગાડી દેવામાં આવી હતી ભરૂચ જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ દ્વારા રાત્રીના સર્ચ ઓપરેશન દરમિયાન તમામ આરોપીઓને ધર દબોચી લીધા હતા. આ કામગીરી કરવા બદલ ગુજરાતના ગૃહ મંત્રીએ ભરૂચના એસપી ડૉ. લીના પાટીલ અને સમગ્ર ભરૂચ જિલ્લાની પોલીસને સાહસિકતા ભરી કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા
પકડાયેલ તમામ આરોપીઓ
(૧)રાહુલ કુમાર રાજકુમાર સિંગ, રહેવાસી ભાગલપુર (આ લૂંટારુને પોલીસ તરફથી થયેલ ફાયરિંગમાં ગોળી વાગેલ જેથી તેને સારવાર અર્થે વડોદરા ની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે
(૨)રોહિત કુમાર રાજકુમાર સિંગ, રહેવાસી ભાગલપુર
(૩) રિતેશકુમાર નવલ મંડળ, રહેવાસી બિહાર
(૪) મુકેશ નવલ મંડલ, રહેવાસી બિહાર
(૫) મનીષ કુમાર નરેશભાઈ મંડળ, રહેવાસી બિહાર
(૬) દીપક સુબોધ કુમાર સિંગ, રહેવાસી હાલ લક્ષ્મણ નગર, અંકલેશ્વર, મૂળ રહેવાસી ભાગલપુર