



- વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર
- છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરાતા હાલાકી
- ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે અંતિમ ક્રિયા માટે
ડેહલી ગામના આદિવાસી સમાજના લોકોને ચોમાસા દરમ્યાન અગ્નિસંસ્કાર કરવા માટે કિમ નદીમાં ધસમસતા પ્રવાહમાં થી પસાર થઈને સ્મશાને જવું પડે છે.
વાલિયા પાસે આવેલ ડેહલી ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન આદિવાસી સમાજમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અગ્નિસંસ્કાર કરવા માટે કિમ નદી પાર કરીને સ્મશાને જવું પડે છે અને ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે
ડેહલી ગામના પાછળના ભાગેથી વેહતી કિમ નદીમાં ચોમાસાની ઋતુ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોવાથી આદિવાસી સમાજના લોકોને કિમ નદી પર કરીને સ્મશાને જવું પડતું હોય છે.
વર્ષોથી અહીંયા આદિવાસી સમાજના લોકો રહે છે અને આદિવાસી સમાજના લોકોની સ્મશાન કિમ નદીની બીજા કિનારે આવેલ છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી સરકાર પાસે બ્રિજ બનાવી આપવાની માંગ કરેલ છે પરંતુ દસકાઓ વીતી ગયા છતાં પણ હજી સુધી બ્રિજ નથી બનાવ્યો.. જો આ કિમ નદી પર બ્રિજ બની જાય તો આદિવાસીઓની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે.