Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Dharm Gujarat Jaagadiya

શા માટે ઝઘડિયા ખાતે તલાટીઓએ નર્મદા મૈયાનું પૂજન કર્યું? જુઓ આ અહેવાલમાં.

શા માટે ઝઘડિયા ખાતે તલાટીઓએ નર્મદા મૈયાનું પૂજન કર્યું? જુઓ આ અહેવાલમાં.

ઝઘડિયામાં તલાટીઓએ સરકારની સદબુદ્ધિ માટે નર્મદા મૈયાનું પૂજન કર્યું

ઝઘડિયાના મઢી ઘાટ ખાતે નદીનું પુજન કરી રહેલા તલાટીઓ

વહેલી તકે પડતર માગણીઓ સ્વીકારે તેવી નર્મદા માતાજીને પ્રાર્થના કરવામાં આવી

ઝઘડીયા તાલુકાના તલાટીઓ સરકારને સદબુધ્ધિ આવે તે માટે પાવન સલિલા મા નર્મદાનું પુજન અર્ચન કર્યું હતું. પોતાની પડતર માગણીઓ સંદર્ભે રાજયભરના તલાટીઓ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયાં છે. ઝઘડીયામાં તલાટી મંડળે અનોખા વિરોધના ભાગરૂપે નર્મદા મૈયાની પુજાનો કાર્યક્રમ રાખ્યો હતો.

છેલ્લા ચાર દિવસથી પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પણ ઉતરેલા ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓએ સરકારને સદબુધ્ધિ મળે તે માટે નર્મદા મૈયાની પુજા અર્ચના કરી હતી. ઝઘડીયાના મઢી ઘાટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તલાટીઓ જોડાયાં હતાં.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા ૨૦૧૮ થી સતત રજુઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તલાટીઓ વર્ષ 2021માં પણ હડતાળ પર ઉતર્યા હતાં અને તે સમયે સરકારે પડતર માગણીઓ સ્વીકારવાની બાંહેધરી આપી હતી. આ બાંહેધરીને પણ નવ માસનો સમય વીતી ગયો હોવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો નથી.

ઝઘડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ 2 તારીખથી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠા છે. શુક્રવારે તલાટીઓએ મઢી ઘાટ ખાતે નર્મદા મૈયાની પુજા અર્ચના કરી હતી અને સરકારને સદબુધ્ધિ આવે અને તેમની માગણીઓ સ્વીકારે તેવી પ્રાર્થના કરી હતી.

संबंधित पोस्ट

લ્યો બોલો… હવે તો OLX પર વેચવા મુકાઇ PM મોદીની ઓફીસ

Vande Gujarat News

बराक ओबामा ने बताई लादेन के खात्मे की इनसाइड स्टोरी, मारते ही किया था PAK के राष्ट्रपति को फोन

Vande Gujarat News

દિવાળી બાદ કોલેજો શરૂ કરવા યુનિ.ઓ તૈયાર : ડિસેમ્બરમાં શરૂ થશે

Vande Gujarat News

તારંગાથી આબુ રેલવે: ગાંધીનગરની જેમ અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર હશે 100 રૂમની બજેટ હોટલ

Vande Gujarat News

चीन की बढ़ती दखलंदाजी को रोकने के लिए भारत ने समुद्री निगरानी रडार किए स्थापित

Vande Gujarat News

આર્મી ચીફ જનરલ નરવણે UAE અને સાઉદી અરબની યાત્રા પર જવા રવાના

Vande Gujarat News