Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Gujarat

સમગ્ર ભરૂચ જિલ્લાઓમાં પરપ્રાંતિયોની વધતી સંખ્યા સાથે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે

સમગ્ર ભરૂચ જિલ્લાઓમાં પરપ્રાંતિયોની વધતી સંખ્યા સાથે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે

અંકલેશ્વર , દહેજ, જોલવા, વાગરા, વિલાયત જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય ઓની સંખ્યા વધી રહી છે..

ગુનાખોરીનો ગ્રાફ વધતા પોલીસ આ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરે તો કેટલાય ગુનેગારો અને હથિયારો ઝડપાઈ શકે છે

અંકલેશ્વરના મીરાનગર– લક્ષ્મણનગર વિસ્તાર ગુનેગારો માટે સલામત આશ્રય સ્થાન હોય એમ લાગી રહ્યું છે..

બીજા અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરીને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતોમાં આશ્રય લઈને ગુનેગારો પોલીસ થી બચાવમાં સફળ રહેતા હોય છે.પણ જ્યારે આ વિસ્તારોમાં કોઈ ગંભીર ગુનાઓ બને છે ત્યારે જ આવા ગુનેગારો પોલીસના હાથે ઝડપાઇ જાય છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પરપ્રાંતિય કામદારોની ઓથમાં ગુનેગારોનો પગપેસારો ચિંતાજનક બન્યો છે. પરપ્રાંતિય ગુનેગારોએ જ ભર બપોરે બેંક લુંટવાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો પણ સદનસીબે પોલીસ કોન્સટેબલની હિમંતના કારણે તેઓ નાકામિયાબ રહયાં હતાં.

ઔદ્યોગિક નગરી તરીકે વિશ્વમાં પ્રખ્યાત અંકલેશ્વરમાં દેશના વિભિન્ન પ્રાંતમાંથી આવેલાં હજારો લોકો વસવાટ કરી રહયાં છે. રોજગારી મેળવવા આવતાં લોકોની સાથે હવે ગુનેગારો પણ અંકલેશ્વરમાં પગપેસારો કરી રહયાં છે. નોકરી કરવાના ઇરાદે આવતા પરપ્રાંતિય લોકો હવે ગુનાખોરી તરફ વળી રહયાં છે.

મીરાનગર, લક્ષ્મણ નગર સહીતના વિસ્તારોમાં હવે સામાન્ય લોકોની સાથે ગુનેગારોનો ઓછાયો જોવા મળી રહયો છે. થોડા મહિનાઓ પહેલાં બાંગ્લાદેશી મહિલાએ એક વ્યકતિની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી તેને સુટકેશમાં પેક કરી અલગ અલગ જગ્યાએ નાંખી દીધો હતો. અન્ય ગુનાહિત કૃત્યો પર નજર રાખવામાં આવે તો આ જ વિસ્તારમાં પોલીસ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

ગત સપ્તાહે જ અહીં બિહારી યુવાનની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત ગત રોજ થયેલી બેંક લુંટમાં સંડોવાયેલાં પાંચ આરોપીને પણ લક્ષ્મણનગરમાંથી દબોચી લેવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં પોલીસ સઘન વોચ રાખી ગુનાખોરીને અટકાવે તે જરૂરી બન્યું છે. પોલીસે બેંક લુંટના આરોપીઓને પણ આજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યાં છે.

ભૂતકાળમાં પણ ગંભીર ગુનાઓ જેવા કે લૂંટ, ડકેટી, મર્ડર, અપહરણ, ખંડણી, બળાત્કાર જેવા ગુનાઓના આરોપીઓ આ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

संबंधित पोस्ट

ટ્રસ્ટની જમીનમાં અંકલેશ્વરના કાપોદ્રા ખાતે શંકાસ્પદ કેમિકલ સોલિડ વેસ્ટની બેગ્સ ઠલવાઈ, ટ્રસ્ટીએ કરી વકફ બોર્ડ, ગાંધીનગર જીપીસીબી અને બૌડાને ફરિયાદ

Vande Gujarat News

नीतीश के मंत्रिमंडल से समझिए क्या है बीजेपी का असली बिहार प्लान?

Vande Gujarat News

चीनी सेना ने दौलत बेग ओल्डी और काराकोरम दर्रे के पास किया भारी सैन्य जमावड़ा

Vande Gujarat News

જમીન મહેસૂલના 10 કેસો પૈકી 3 દફતરે,7 પર નિર્ણય

Vande Gujarat News

અંકલેશ્વરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પિતાએ આરોપીને પતાવી દીધો

Vande Gujarat News

ફાસ્ટેગ ફરજિયાત:ગુજરાતમાં 60 ટકા વાહનમાલિકો પાસે જ ફાસ્ટેગ, આજે મધરાતથી ફરજિયાત, સરકાર મુદત નહિ વધારે તો ટોલ પ્લાઝા પર ત્રણ ગણો દંડ વસૂલાશે

Vande Gujarat News