Vande Gujarat News
Breaking News
AccidentAnkleshwarBharuchBreaking NewsFestivalGujarat

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા આવેલ ત્યારે ત્રણ યુવાનો અમરાવતી નદીમાં ડૂબી ગયા

ભરૂચ:- અંક્લેશ્વર

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા આવેલ ત્યારે ત્રણ યુવાનો અમરાવતી નદીમાં ડૂબી ગયા હતા

બે યુવાનના મૃતદેહ મળી આવ્યા,

અન્ય એક યુવાનો આબાદ બચાવ…

ડૂબી ગયેલ 17 વર્ષીય સુરજ સંજય શર્મા, 18 વર્ષીય રવિદાસ ના મૃતદેહ મળી આવ્યા

અંકલેશ્વરના દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં આજરોજ વહેલી સવારે એક પરિવારના ત્રણ લોકો દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલ હતા દશા માતાની મૂર્તિના વિસર્જન બાદ એક યુવાનનો પગ લપસી જતા નદીના પાણીના પ્રવાહમાં પડી ગયેલ અને પાણીમાં તણાવવા લાગે ત્યારે અન્ય બે યુવાનો નદીમાં પડી ગયેલ યુવાને બચાવવા માટે પડ્યા હતા પરંતુ પાણી વધુ હોવાથી એક યુવાન બહાર નીકળી ગયેલ જ્યારે અન્ય બે યુવાનો અમરાવતી નદીના પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલ. આ ઘટનાની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીના ડીપીએમસીના ફાયર વિભાગને જાણ કરતા ડીપીએમસીના તરવૈયાઓ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને નદીમાં ડૂબી ગયેલ બે યુવાનોના મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી બે થી અઢી કલાકની ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા

પોલીસ તપાસ દરમિયાન ડૂબી ગયેલ યુવાનો એક જ પરિવારના હોવાનું માલુમ પડે અને તેઓ મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરની ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતા હોવાનું જાણવા મળે.

संबंधित पोस्ट

જંબુસરના દોડવિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ એનાયત થયું…

Vande Gujarat News

અંકલેશ્વરના પીલુદ્રા ગામે ટ્રેકટર તણાવાનો મામલે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો બહાર આવ્યો

Vande Gujarat News

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૧૪મી ઓગષ્ટ ભારતના ભાગલાના બિહામણા દ્રશ્યો અંગેની યાદોનું પ્રદર્શન યોજાયું

Vande Gujarat News

દેશ ક્યારેય પુલવામા હુમલાને ભૂલી નહીં શકે, ઘણાએ તેના પર રાજનીતિ કરી : વડા પ્રધાન મોદી

Vande Gujarat News

વડોદરામાં હેડ કોન્સ્ટેબલે યુવક પાસે માસ્કના 1 હજાર રૂપિયાના દંડનું ગુગલ પે કરાવ્યું, રૂપિયા બુટલેગરના એકાઉન્ટમાં જમા થયા હોવાનો ઘટસ્ફોટ

Vande Gujarat News

ભરૂચ 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આરપીએફની રેલી

Vande Gujarat News