Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmGujaratJambusarSocial

કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી- કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી

  • પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા
  • સ્તંભેશ્વર તીર્થના વિકાસથી કેન્દ્રિય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા પ્રભાવિત

ભરૂચઃ પવિત્ર શ્રાવણ માસમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન અને દર્શન કરી શિવજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સ્તંભેશ્વર આશ્રમના શ્રી વિદ્યાનંદજી મહારાજે મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે સ્તંભેશ્વર મહાદેવના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવી સ્તંભેશ્વર તીર્થના વિકાસથી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી, આગેવાન પદાધિકારીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

संबंधित पोस्ट

જે એસ એસ ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે ” સ્વછતા ઝુંબેશ ” નો કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

2020માં ઈસરોનું પ્રથમ મિશનઃ 10 સેટેલાઈટ લોન્ચ કર્યા

Vande Gujarat News

બોમ્બે હાઈકોર્ટે અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન નકાર્યા

Vande Gujarat News

ખેડૂત સંગઠનોનું એલાન: 14મીએ જિલ્લા ભાજપ કાર્યાલયોનો ઘેરાવ – પોલીસ મંજૂરી ન મળતાં ખેડૂત સંસદ રદ

Vande Gujarat News

બુટલેગરોમાં નવનિયુક્ત SP ડૉ.લીના પાટીલનો ભય, દારૂની ડિલિવરી નહીં કરી શકતા દારૂ ભરેલો ટેમ્પો છોડીને બુટલેગર ફરાર

Vande Gujarat News

અંકલેશ્વરમાં ડિવાઈડરની તૂટેલી ગ્રીલથી અકસ્માતને નોતરું, રિપેર કરવાની માગ

Vande Gujarat News