Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsSocial

ભરૂચ શહેરમાં રોજ ડોનેશન બોકસ લઈ 8 વર્ષની દૂર્વા ગરીબ વિદ્યાર્થીનીઓ માટે એકત્ર કરે છે શિક્ષણ ફી, દૂર્વાને સેવાભાવી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે છે તેણીના માતાપિતા..

 

આજના સમયમાં અભ્યાસનું ખુબ મહત્વ છે. ભણતર એટલા માટે જરૂરી નથી કે તે વ્યક્તિ હોશિયારી વ્યક્ત કરે છે પણ શિક્ષણ જીવનની પ્રગતિનો માર્ગદર્શક છે. આ માટેજ સરકારે પણ રાઈટ ટુ એજ્યુકેશન જેવા કાયદા દ્વારા ફરજીયાત શિક્ષણ ઉપર ભાર મુક્યો છે. મહાભારતકાળથી સારા શિક્ષણ માટે ગુરુદક્ષિણાની પ્રથા છે જે આજના સમયમાં સ્કૂલ ફી તરીકે શાળાઓ દ્વારા લેવામાં આવે છે. આર્થિક સમસ્યાઓના કારણે કેટલાક પરિવાર શાળામાં બાળકોની ફી જમા કરાવા બાબતે ચિંતા અનુભવતા હોય છે. 8 વર્ષની એક બાળકીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે ભગરીરથકાર્ય દ્વારા તેમના શિક્ષણમાં આવતી આ અડચણને દૂર કરી છે.

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું. આ બોક્સમાં બાળકીએ શાળાની એ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં ફી જમા કરાવી શકી ન હતી. લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ – અલગ ક્ષેત્ર , વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.

દુર્વા બાળપણથી સેવાકીય સ્વભાવ ધરાવે છે. તકલીફમાં કે જરૂરિયાતમંદ વ્યક્તિ નજરે પડે ત્યારે તે પોતે અથવા પરિવાર દ્વારા તે વ્યક્તિને મદદરૂપ થવાનો અચૂક પ્રયાસ કરે છે. દરવર્ષે તે એક કાર્ય એવું જરૂર કરે છે જે ઉદાહરણરૂપ બને છે. 5 વર્ષની ઉંમરથી આ બાળકીમાં સેવાકીય ભાવના સતત છલકતી રહે છે.નજર સામે નિર્વસ્ત્ર બાળક ધ્યાન ઉપર આવે તો તુરંત તેને કપડાં પહેરવાનો તેણે આ ઉંમરે સંકલ્પ કર્યો છે. દૂર્વાની કોરોનાકાળ દરમ્યાન સેવાકીય કામગીરી ખુબ બિરદાવાઇ હતી. દુર્વાએ સોસીયલ મીડિયા સર્ફિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ વસાવાની પોસ્ટમાં નિર્વસ્ત્ર બાળકો જોયા હતા. આ પોસ્ટ બાદ તે ખુબ વ્યથિત થઇ હતી. તે સમયે લોકો ભોજન માટે નિર્ભર હતા ત્યારે ગરીબ પરિવારના બાળકો ટૂંકા પડી ગયેલા અથવા ફાટી ગયેલા કપડાંના બદલે નવા કપડાં મેળવવાની સ્થિતિમાં ન હતા. દુર્વાએ પોતા મિત્રો તેમજ પરિચિત બાળકોનો સંપર્ક કરી માત્ર પોસ્ટમાંજ નજરે પડેલા બે -ત્રણ નહિ પરંતુ 100 જેટલા ગરીબ બાળકોને કોરોનાના કપરા સમયમાં સારા કપડાં અને મનપસંદ ભોજનની ભેટ આપી હતી.

MTM ગર્લ્સ સ્કૂલમાં 550 જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ગુણવત્તાસભર શિક્ષણ પીરસતી આ સંસ્થા તેના વિદ્યાર્થીનીઓ પાસેથી દરરોજના 1 રૂપિયા આસપાસ નજીવી ફી લે છે. ઘણા ગરીબ પરિવાર આર્થિક તકલીફ અનુભવતા હોય છે.તાજેતરમાં ઘરમાં ચાલતી એક ચર્ચામાં ઘણા પરિવાર બાળકોની સ્કૂલ ફી જમા કરવામાં આર્થિક સમસ્યાઓની અડચણ આવતી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ફી ની રકમ થોડી મોટી હોવાની માત્ર પિતાની મદદથી આ સેવાકાર્ય થઇ શકે તેમ ન હતું. દુર્વાએ એક રસ્તો કાઢ્યો અને બનાવી દીધું ડોનેશન બોક્સ… દરરોજ અડધો થી એક કલાક વચ્ચેનો સમય આપી દુર્વા આસપાસની દુકાન, પાડોશીઓ અને પરિચિતો પાસે પહોંચી જતી અને જરૂરિયાત સમજાવી જે ડોનેશન મળે તે ચહેરાના ઉપર સ્મિત સાથે સ્વીકારી લેતી હતી. આજે તેનું ડોનેશન બોક્સ ફૂલ દેખાઈ રહ્યું છે જે સ્વતંત્ર પર્વના અવસરે શાળા પરિવારને સોંપી બાળકીઓને ફીની ચિંતામાંથી સ્વતંત્ર બનાવી હતી.

આ અવસરે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલબા ચૌહાણ , માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય અક્ષેશ પટેલ , ભાજપાના શહેર મહામંત્રી અને દાતા જીગ્નેશભાઈ અંદડીયા, કોર્પોરેટર અને દાતા અતુલ મોદી સહીત સભ્યો , શાળાના આચાર્ય , શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

चुनाव आयोग पहुंची BJP, कहा- बंगाल में राजनीतिक हिंसा रुके, कश्मीर से भी बुरे हालात

Vande Gujarat News

હવે E-FIR પર કઈ રીતે કામ કરશે રાજ્ય ની તેમજ ભરૂચ જિલ્લા પોલીસ એ ખાસ જાણવા જેવું… e-FIR વિશે શું જાણકારી આપી ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે, જુઓ આ ખાસ અહેવાલ માં…

Vande Gujarat News

अयोध्याः धन्नीपुर में प्रस्तावित मस्जिद का डिजाइन तैयार, कुछ इस तरह से दिखेगी

Vande Gujarat News

નાના કુળ ની છેલ્લી વારી ગુરુ ગોવિંદ ની ભવિષ્યવાણી સાચી પડી.આપણા આદિવાસી સમાજની મહિલા ભારત દેશની રાષ્ટ્રપતિ બની

Vande Gujarat News

શરદ પૂર્ણિમાએ ભરૂચમાં રણછોડજી મંદિર પાસે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવશે

Vande Gujarat News

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિધાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું

Vande Gujarat News