Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeDevelopmentGovtGujaratIndia

ભરુચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ

ભરુચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ

 

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામ.ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ભરૂચનાં જિલ્લા મુખ્ય ન્યાયાધિશ પી.એસ.બ્રહમભટ્ટ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ શ્રી એમ. બી. ઘાસુ૨ા, સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ તા.૧૩/૦૮/૨૦૨૨ ને શનિવા૨ના રોજ ૧૦.૩૦ કલાકથી જિલ્લા ન્યાયલય સંકુલ,ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવેલ. જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં નામ. ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ સાહેબનાઓના વ૨દ હસ્તે દિપ પ્રાગટ્ય કરી સદર લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ સહિત ભરૂચ વકીલ બારનાં હોદ્દેદારો સહિત વકીલશ્રીઓ અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી.

આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, લેબર તકરારના કેસો, વિજળીના તથા પાણીને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન વળત૨ના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તીના લાભોને લગતા કેસો, મહેસુલના કેસો, ખોરાકીના કેસો, અન્ય સીવીલ કેસો જેવા કે, (ભાડા, સુખાધીકારના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો), પ્રિ–લીટીગેશનના કુલ ૫૮૯૪ જેટલા કેસો લોક અદાલતમાં સમાધાન કરાયા.

માટે મુકાયેલ જેમાંથી કુલ ૨૯૯૫ કેસોનો નિકાલ થયેલ. જેમાં ૨,૯૭,૧૯,૦૫૪/-, તથા લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગસ ઓફ મેજીસ્ટ્રેસ સહિત કુલ.૯૫૪ કેસો લોક અદાલતમાં મુકવામાં આવેલ જેમાંથી કુલ ૫૪૫૨ કેસોનો નિકાલ કરાયો હતો અને રૂા ૮,૫૪,૩૧,૩૧૦/- જેટલી સમાધાનથી ૨કમ વસુલ કરવામાં આવી હતી. આમ, ભરૂચ ખાતે યોજાયેલ આ નેશનલ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાં કુલઃ૮૪૪૭/ જેટલા કેસો સમાધાનથી નિકાલ કરેલ.

संबंधित पोस्ट

फिल्म सिटी पर रार, CM योगी बोले- मैं छीनने नहीं आया हूं, ये ओपन मार्केट कंपटीशन है

Vande Gujarat News

US Election Result : बहुमत के करीब पहुंचे जो बाइडेन, मिले 264 इलेक्टोरल वोट, 4 राज्यों में अब भी ट्रंप आगे

Vande Gujarat News

डोनाल्ड ट्रंप का ट्विटर अकाउंट स्थायी रूप से सस्पेंड, कैपिटल बिल्डिंग में हिंसा पर एक्शन

Vande Gujarat News

આદેશ:બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં ભરૂચના ખેડૂતોને ચારગણું વળતર ચૂકવો: સુપ્રીમકોર્ટે

Vande Gujarat News

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે નવું પોલીસ મથક બનશે, નોટિફિકેશન હજી બાકી : એક પીઆઇ, બે પીએસઆઇ સહિત નવા પોલીસ સ્ટાફની નિમણૂક કરાશે

Vande Gujarat News

નેત્રંગ તાલુકા ભાજપની પેજ પ્રમુખની બેઠક યોજાઇ

Vande Gujarat News