Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsFestivalGovtGujaratIndia

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ બાદ સાગરભારતી દ્વારા “17 સપ્ટેમ્બર સાગર સ્વચ્છતા અભિયાન” અંતર્ગત વેજલપુર ના નર્મદા નદીના કિનારે સ્થાનિક લોકો સાથે એક સ્વચ્છતા અભિયાન નો પ્રતીકાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો. અને નદી કિનારે પોહચી સ્વચ્છતા કરવામાં આવી. અને ૧૭ સપ્ટેમ્બર ના “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર,” અભિયાન માં મોટી સંખ્યામાં જન ભાગીદારી કરવા એક સંદેશો પાઠવેલ હતો.

આ કાર્યક્રમ દરમિયાન વેજલપુર ના તથા આજુબાજુ ના યુવાનો, બાળકો, મહિલાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં સાગરભારતી ના પ્રાંત સીમા સંઘોષ ડીજીટલ પ્રમુખ , તથા આ “૧૭ સપ્ટેમ્બર” “સાગર સ્વચ્છતા અભિયાન” ના જીલ્લા સંયોજક શ્રી ચિરાગ શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

આવનાર ૧૭ સપ્ટેમ્બર ના કાર્યક્રમ નિમિત્તે ભરૂચ નર્મદા નદી કિનારા તથા દરિયા કિનારાની સ્વચ્છતા કરવા વેજલપુર ના સ્થાનિક લોકો તથા ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થા ઓ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

संबंधित पोस्ट

રોજ સાયકલિંગ કરીને તમે બની શકો છો ફીટ એન્ડ સ્લિમ, ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ મેળવનાર ભરૂચના સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસનું ભરૂચ એ.એસ.પી. વિકાસ સુંડાએ કર્યું બહુમાન

Vande Gujarat News

આજે લાભપાંચમ – ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે – ભાજપના નવા ધારાસભ્યો પણ શપથ લેશે

Vande Gujarat News

ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને અસ્થમા થયો હોવાનો રહીશોનો આક્ષેપ, અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના લોકોએ રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતાં વિવાદ

Vande Gujarat News

જંબુસર તાલુકાના જંત્રાણ ગામે પત્તાપાનાનો જુગાર રમતા નવ આરોપીઓ ૫૬૭૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા અને ત્રણ જુગારીઓ ફરાર

Vande Gujarat News

કૃષિ કાયદા ખેડૂત અને ખેતીને ગુલામ બનાવશે- પ્રો.હેમંતકુમાર શાહ, વાલિયા પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા..

Vande Gujarat News

शहरों में घरों की कीमत कम करने के लिए सरकार ने उठाया कदम, बिल्‍डर्स को दिया ये सुझाव

Vande Gujarat News