Vande Gujarat News
Breaking News
AmodAnkleshwarBharuchBJPBreaking NewsDahejDevelopmentHansotHealthJaagadiyaJambusarNetrangTechnologyVagraValiya

ભરૂચમાં સ્ટાફ સાથે 24 કલાક કાર્યરત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે ઉદ્ઘાટન, થેલેસેમિયા, સિકલસેલ અને શહીદ થયેલ જવાનોના પરિવારને વિના મૂલ્યે આપવામાં આવશે રક્ત

  • જિલ્લાની પ્રજાને હવે પ્લાઝ્મા, પ્લેટલેટ, શ્વેતકણો, રેડ સેલ સહિતના માટે ઘર આંગણે મળશે સુવિધા : શૈલેષ વેરીભાઈ પટેલ
  • કોરોના કાળમાં જિલ્લાવાસીઓને પડેલી તકલીફ જોઈ શૈલેષ વેરિભાઈ પટેલને તમામ સુવિધા સજ્જ અદ્યતન બ્લડ બેંક ખોલવાની મળેલી પ્રેરણા
  • થેલેસેમિયા, સિકલસેલ અને શહીદ થયેલ જવાનોના પરિવારને વિના મૂલ્યે રક્ત આપવામાં આવશે.

ભરત ચુડાસમા: ભરૂચ જિલ્લા માટે બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉદ્ઘાટન કરશે.

બુધવારે સવારે 10 કલાકે યોજાનાર ઉદ્દઘાટનમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, કલેકટર, જિલ્લા પોલીસ વડા, ઔદ્યોગિક એકમોના પ્રમુખ, હોદેદારો, વિવિધ સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહેનાર છે.

કોરોના કાળમાં જ્યારે ભરૂચની જનતાને પ્લાઝમા માટે તથા લોહીના અલગ અલગ ભાગ લેવા બરોડા અને સુરત જવું પડતું હતું. જે લોહી તથા લોહીના ભાગો ભરૂચમાં મળી શકતા નહોતા. અને એના અભાવના કારણે ઘણા બધા લોકોના સગા રહ્યા નથી.

જેની પ્રેરણાથી ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટથી શૈલેષ વેરિભાઈ પટેલ અને તેમના સહયોગી મિત્રો પૈકી કમલેશભાઈ પટેલ અને વાજીદભાઈ જમાદાર દ્વારા લોક સેવા માટે હવે એ દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમા ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાઈ રહ્યો છે. હવે ભરૂચની જનતાને ક્યાંક જવું પડે નહીં. શૈલેષ પટેલ 25 ગામ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ, પ્રાઇમ હોસ્પિટલના ઓનર સહિત અનેક સેવાકીય સંગઠનો અને પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.

બ્લડ બેન્કની વિશેષતાએ છે કે, જિલ્લાની આ પ્રથમ બ્લડ બેન્ક જે સ્ટાફ સાથે 24 કલાક સેવામાં કાર્યરત રહેશે. તમામ પ્રકારના લોહી તથા લોહીના ભાગો જે હાલ માં ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ નથી એ તમામ લોહીના ભાગો અહિયાં મળી રહેશે.

ભરૂચની જનતાને બરોડા, સુરત, જંબુસર, કરજણ સુધી જો ક્યારેય જરૂર પડે તો ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદને મદદ મળશે. અદ્યતન બ્લડ સેન્ટરમાં પ્લાસમા , શ્વેતકણ , પ્લેટલેટ , રેડ સેલ તથા દરેક પ્રકારના લોહીના ભાગો ઉપલબ્ધ થશે.

ટ્રસ્ટ દ્વારા દુનિયાની ગંભીર બિમારિયોને મદદરૂપ થવાના ભાગરૂપે સિકલસેલ, થેલેસેમિયા તથા આપણા દેશના શહીદ જવાનોના પરિવારને મફતમાં સેવા આપવામાં આવશે.

યુનિટી બ્લડ બેન્ક ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભરૂચની જનતાને મદદરૂપ થશે. 14 હાઇ ક્વોલિફાઇડ સ્ટાફ સાથે તથા અદ્યતન મશીનરી દ્વારા લોહીનું અલગ અલગ ભાગમાં સેપરેસન કરવામાં આવશે. ભરૂચમાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેન્ક જે ભરૂચની મધ્યમાં પંચબત્તી પાસે પાર્કિંગની સુવિધા સાથે અધ્યતન ઇનફ્રાસ્ટ્રક્ચર દ્વારા દરેક રક્ત દાતાઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખી બ્લડ લેવામાં આવશે. જિલ્લામાં બ્લડબેન્ક દ્વારા વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરાશે.

संबंधित पोस्ट

योजना:बुलेट ट्रेन में अचानक बीमार होने पर यात्रियों के लिए फोल्डिंग बेड की सुविधा, शांत माहौल देने ट्रेन के लिए पूरा रेक होगा एयर टाइट

Vande Gujarat News

અનુસૂચિત જાતિ ઉપર થતાં અત્યાચાર અંગે જંબુસર મામલતદારને આવેદનપત્ર

Vande Gujarat News

અમદાવાદમાં પોલીસ અધિકારીના સ્ક્વોડે કામગીરી બતાવવા કેસ કર્યો, ખોટું કર્યાનું સામે આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કર્મચારીઓને સંત્રી તરીકે મૂકી દીધાં

Vande Gujarat News

किसान आंदोलनः गृह मंत्री और CM कैप्टन के बीच मुलाकात पर हरसिमरत का हमला, कहा- सांठगांठ उजागर

Vande Gujarat News

देखें तस्वीरें…! ऐसा होगा नया संसद भवन, लोकसभा अध्यक्ष बोले- आत्मनिर्भर भारत का प्रतीक,

Vande Gujarat News

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદા કાયદાકીય રદ કરવાની માંગણી સાથે ખેડૂત લડતને પોતાનું સમર્થન આપી કલેકટરને આવેદન આપ્યું

Vande Gujarat News