Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsGovtGujaratIndiaIntrestingLifestyleNationalPolitical

RTIમાં ખુલાસો: પીએમ મોદીના ખાવા પર નથી થતો સરકારી ખર્ચ, ખુદ પૈસા ચુકવે છે વડાપ્રધાન મોદી, જુઓ આ સિવાય પણ કેવી કેવી આરટીઆઇ કરવામાં આવે છે…

  • માહિતી અધિકારના કાયદા અંતર્ગત વડાપ્રધાનના ભોજન પર કેટલો ખર્ચ થાય છે, તેને લઈને જાણકારી માગવામાં આવી હતી, જેનો ઉત્તર પીએમઓ તરફથી આપવામાં આવ્યો છે.
  • સરકારની સૌથી મોટી પ્રાયોરિટી દરેક નાગરિકને મુળભૂત સુવિધા આપીને આધુનિક માળખાકીય સુવિધાઓના નિર્માણની છે- પીએમ મોદી
  • પીએમ મોદીના ખાવા પર કેટલો ખર્ચ થાય તેને લઈને પીએમઓ તરફથી જવાબ મળ્યો

ભરત ચૂડાસમા : એક આરટીઆઈ દ્વારા આ પ્રકારની જાણકારી માગવામાં આવી હતી. અગાઉ પીએમ મોદીના કપડાનો ખર્ચ અંગે પણ જાણકારી માગવામાં આવી હતી.

સમાજના છેવાડાના માનવી સુધીના ભોજનની ચિંતા કરનારા પ્રધાનમંત્રી મોદીના ભોજન પર સરકારી પૈસા ખર્ચ થતાં નથી. તેનો ખર્ચ ખુદ વડાપ્રધાન પોતે વહન કરે છે. માહિતી અધિકારના કાયદા અંતર્ગત માગવામાં આવેલી સૂચનામાં પીએમઓના કેન્દ્રીય લોક સૂચના અધિકારી તરફથી આ જાણકારી મળી છે.

આરટીઆઈના જવાબમાં કહેવાયુ છે કે, પ્રધાનમંત્રીના ખાવા પર સરકાર બજેટ ખર્ચ થતો નથી. પ્રધાનમંત્રીનું માનવું છે કે, સક્ષમ વ્યક્તિ ન ફક્ત પોતાનો ખર્ચ પોતે વહન કરે છે, પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પણ આગળ આવે છે. તેમણે કોરોનાકાળમાં ગરીબો માટે મફત ઘઉં-ચોખા વિતરણની વ્યવસ્થા કરી હતી.

પીએમ મોદીના આહ્વાન પર આર્થિક રીતે સંપન્ન લોકોએ એલપીજી પર સબ્સિડી છોડી દીધી હતી. સ્વયં પ્રધાનમંત્રી પણ તેના પર અમલ કરે છે. આપને જણાવી દઈએ કે, એક આરટીઆઈ પીએમના કપડા પર ખર્ચ કરવાને લઈને પણ કરવામાં આવી હતી, ત્યારે પીએમઓએ જણાવ્યું હતું કે, પોતાના કપડાનો ખર્ચ પીએમ મોદી ખુદ ભોગવે છે.

આરટીઆઈ અંતર્ગત પીએમઓથી પૂછવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ખાવા પર કેટલો ખર્ચ થાય છે ? જવાબ મળ્યો, ખાવામાં સરકારી ખર્ચ થતો નથી. એટલે પ્રધાનમંત્રી આવાસની દેખરેખ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ કરે છે. વાહનોની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પર હોય છે. આરટીઆઈમાં વેતન અને ભથ્થા વિશે પણ જાણકારી માગવામાં આવી હતી. આ સવાલના જવાબમાં નિયમાવલીનો હવાલો આપતા વેતનની જાણકારી ન આપીને ફક્ત વેતનવૃદ્ધિ નિયમાનુસાર કરવાની જાણકારી આપવામાં આવી હતી.

સંસદ ભવન કેન્ટીનમાં પીએમ મોદીએ ખુદ કર્યું ચુકવણું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે માર્ચ, 2015ના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં પહોંચીને તમામને ચોંકાવી દીધા હતા. આ પહેલી વાર હતું જ્યારે કોઈ પ્રધાનમંત્રી કેન્ટીનમાં ભોજન કર્યું હોય. આ તેમની સાદગી હતી કે, તેમણે પાણી પણ આરઓનું લીધું હતું. પીએમે શાકાહારી ભોજનની થાળીના ખુદ 29 રૂપિયા ચુકવ્યા હતા.

કેવી કેવી આરટીઆઈ આવી

  • 2015માં આરટીઆઈ લગાવામાં આવી હતી કે ટ્વિટર પર આવ્યા બાદ પીએમ મોદીએ કેટલા ટ્વિટ કર્યા
  • એક આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી કે, પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કેટલી રજા લીધી
  • એક આવી પણ આરટીઆઈ આવી હતી કે, પીએમ મોદીએ કેટલી વિદેશ યાત્રા કરી
  • એવું પણ પુછવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું ભાષણ કોણ લખે છે, અને તેના પર કેટલો ખર્ચ થાય છે.

संबंधित पोस्ट

કોરોના સમયમાં બેન્કોના હપ્તા ન ભરી શકતા લોનધારકોને રાહત, બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ

Vande Gujarat News

વાલિયા CCIમાં પાંચ દિવસમાં 5000 ક્વિન્ટલ કપાસની ખરીદી

Vande Gujarat News

શિપબ્રેકિંગ:વર્ષ 2020નું સૌથી મોટુ જહાજ અને તરતી ઓઇલ રિફાઇનરી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવી પહોંચી

Vande Gujarat News

કોરોના બાદ ઉદ્યોગોને ક્રિસમસ વેકેશનનું ગ્રહણ અંકલેશ્વરમાં ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટમાં 33 ટકાનો ઘટાડો

Vande Gujarat News

રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે

Vande Gujarat News

અંકલેશ્વરમાં મોડી રાતે ફાયરિંગ ઘટના સામે આવી, કયા યુવાન પર ફાયરીંગ કરવામાં આવ્યું જુઓ આ અહેવાલમાં 

Vande Gujarat News