Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalGovtGujarat

ભરૂચ પોલીસના બે જવાન ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની પરીક્ષા પાસ કરી બન્યા પી.એસ.આઇ., સામાજિક આગેવાન શૈલેષ પટેલ દ્વારા કરાયું સન્માન

 

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરતા સમાજમાં આનંદનો માહોલ છવાયો છે. શૈલેષભાઈ સંચાલિત ચાવજની પ્રાઈમ હોસ્પિટલ અને મિત્રવર્તુળ દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન તેમજ સ્મૃતિ ચિન્હ કરાયું હતું.

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા ગત 29 મી મેં 2022 ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ 3 સવર્ગની ( મોડ 2) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના પણ અંદાજીત 70થી 80 પોલીસ કર્મીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું 31 મી જુલાઈ 2022 માં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લાના કુલ 06 પોલીસ કર્મીઓએ પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતાં. જેમાં વેજલપુર મિસ્ત્રી સમાજના બે યુવાનો ઇન્દ્રવદન કનુભાઈ મિસ્ત્રી અને મનીષ બાબુભાઇ મિસ્ત્રી પણ ભારે પરિશ્રમ કરીને ઉત્તીર્ણ થતા સમાજમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. જેના ભાગરૂપે ભરૂચના ચાવજ ખાતે આવેલી પ્રાઈમ હોસ્પિટલના સંચાલક અને લોકોની સેવા માટે હર હંમેશ તત્પર એવાં સામાજિક આગેવાન શૈલેષભાઈ પટેલ અને તેમના મિત્રવર્તુળ દ્વારા આ બંનેય મિત્રોનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાઈમ હોસ્પિટલના ડો.સ્મિત વસાવા, ડો, સૌરભ ભટ્ટ, શ્રી સાંઈ મોટર ડ્રાયવીંગ ટ્રેનિંગ સ્કૂલના વિલાસ વસાવા સહિત તેંમના મિત્રો હાજર રહ્યા હતાં.

संबंधित पोस्ट

UP में नई गाइडलाइन:10 साल से पहले सरकारी नौकरी छोड़ने वाले डॉक्टरों पर होगा 1 करोड़ का जुर्माना, सरकार बोली- 3 साल पुराना है आदेश

Vande Gujarat News

ભણ્યો મિકેનિકલ એન્જિનિયરનું, ફેબ્રિકેશનનો ધીકતો ધંધો કર્યો ને એક વિચારે ગીર ગાયનું સંવર્ધન શરૂ કર્યું, વર્ષે 8 લાખનો ચોખ્ખો નફો મેળવે છે

Vande Gujarat News

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ 21મીએ સુરતની મુલાકાતે, મોટી જાહેરાત કરે તેવી શક્યતા

Vande Gujarat News

ભરૂચ પોલીસે ટ્રાફિક ડ્રાઇવના એક મહિના દરમ્યાન રૂપિયા 28 લાખથી વધુ દંડની વસૂલાત કરી

Vande Gujarat News

ભરૂચમાં વર્ષોથી સ્પાની આડ માં ચાલતું હતું કુટણખાનું, બિગબોસ નો પોલીસે કર્યો પર્દાફાશ

Vande Gujarat News

કચ્છી માડુ ‘કૌન બનેગા કરોડ પતિ’માં 50 લાખ જીત્યા, કચ્છને ત્રણ એમ્બ્યુલન્સ આપી દાનમાં

Vande Gujarat News