Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmFestivalGujaratSocial

ભરૂચમાં સિંધવાઈના વિઘ્નહર્તામાં ઘરડા ઘરના વડીલોને મળ્યો દિલથી વિસામો – આગતા-સ્વાગતા, ખાનપાન અને માનથી વૃધ્ધો થયા ગદગદિત, જુઓ વિડિયો…

  • કસક ઘરડા ઘરના વડીલોએ ઉતારી આરતી અને મનમૂકીને ગરબાની રમઝટ માણી

ભરત ચુડાસમા : પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું.

ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો ભરૂચ ઘરડા ઘરના 30 થી વધુ વૃધ્ધોને મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો. સગાઓ અને સંતાનોએ આ વૃધ્ધોને એક યા બીજા કારણોસર છોડી દીધા છે પણ સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા.

ઘરડા ઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. જેમાં વર્ષો બાદ આ વૃધ્ધો મનભરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન સાથે તેમના ખાનપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી વિભક્ત થતા સમાજ અને માં-બાપ ને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો, કે પરમ સુખ માતા-પિતા, વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે.

संबंधित पोस्ट

સ્વ.અહમદ પટેલે દત્તક લીધેલા વાંદરી ગામના અધુરા કામો હવે પુત્ર ફૈઝલ પટેલ પૂર્ણ કરાવશે

Vande Gujarat News

“My livable Bharuch” અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવાં જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો

Vande Gujarat News

ઓએનજીસી CSR ફંડમાંથી કોરોના કીટ ખરીદ અને સેનિટાઇઝર કૌભાંડમાં વિપક્ષે સત્તાપક્ષને આપી ક્લિનચીટ, અંકલેશ્વર નગર પાલિકાની બોર્ડ મીટિંગમાં વિપક્ષના બે ભાગમાં વહેંચાયો

Vande Gujarat News

गुजरात: इस दफ्तर से हुआ 1 करोड़ से ज्यादा कीमत का सोना गायब, मामला हुआ दर्ज

Vande Gujarat News

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક, ચાર દર્દીઓને કોરોના પોઝિટીવ, તમામને હોમ ક્વોરોનટાઇન કરાયા

Vande Gujarat News

નેત્રંગ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યમાં હેરાફેરી થતી ૧૫ ભેંસો પકડી પાડી, થોડા દિવસો પહેલા પાંચ ટ્રકમાં ૬૫ ભેંસોને કતલખાને જતા બચાવાઇ હતી

Vande Gujarat News