Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalSocial

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવણીનું સમાપન કરાયું

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ સૂચના મુજબ ચાર દિવસના શિક્ષક દિન ઉજવણીનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજીત કરાયા હતા.

આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને એક દિવસના ટીચર્સ બનાવી પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજા દિવસે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મરા ટીચર મેરા હિરો વિષય ઉપર જૂથ ચર્ચાઓનું આયોજન કરાયું હતું અને સેલ્ફી તેમજ રિલ્સ બનાવી હતી. જયારે ત્રીજા દિવસે તમામ તાલીમ વર્ગોમાં તેમના કૌશલ્ય અનુસાર હરીફાઈઓનું આયોજન કરાયુ હતું.

જેમાં વેસ્ટ માંથી બેસ્ટ આર્ટીકલ મેકિંગ સ્પર્ધામાં વિલાસબેન સોલંકી પ્રથમ વિજેતા બન્યા હતા અને પ્રવિણાબેન ખુમાન દ્વિતિય વિજેતા બન્યા હતા કોંઢ તાલીમ કેન્દ્રમાં ચેતનાબેન વસાવા પ્રથમ વિજેતા બન્યા હતા અને સાહિસ્તાબેન મોલવી દ્વિતિય વિજેતા બન્યા હતા. તથા અન્ય હરિફાઈ મહેંદી સ્પર્ધામાં કોંઢ તાલીમ કેન્દ્રના સના આફરીન ભટ્ટી તાલિમાર્થી પ્રથમ વિજેતા બન્યા હતા. તેમજ રોજમીનબેન મન્સૂરી દ્વિતીય વિજેતા બન્યા હતા.

આ ઉપરાંત જેએસએસ ભરૂચ દ્વારા કોંઢ તાલુકો વાલિયા કેન્દ્ર ખાતે અંકલેશ્વરના બ્યુટી એક્સપર્ટ શ્રીમતી રશ્મીબેન જોષીનો વાર્તાલાપ આયોજીત કર્યો હતો. જયારે ભરૂચ શહેરમાં પાંચબતી કેન્દ્ર ખાતે ફેશન ડિઝાઈન એકસપર્ટ શ્રીમતી નેહલબેન શાહના વાર્તાલાપનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

કાર્યક્રમનાં અંતભાગમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના રીસોર્સ પર્સન/ટીચર્સ શ્રી ઝેડ.એમ.શેખ, શ્રીમતી મીનાબેન પુરોહીત, શ્રીમતી અર્પિતાબેન રાણા, શ્રીમતી ઈલાબેન પટેલને બેસ્ટ કામગીરી અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા હતા અને તેમની સંતોષપૂર્વક કામગીરીની નોંધ લઈ ચેરમેનશ્રી ફિરદોશબેન મન્સુરીએ અભિનંદન પાઠવ્યા હતા.

संबंधित पोस्ट

ચીન બ્રહ્મપુત્ર નદી પર વિશાળ ડેમ બાંધતું હોવાનો દાવો

Vande Gujarat News

गणतंत्र दिवस परेड की रिहर्सल आज से शुरू, कई रूट डायवर्ट

Vande Gujarat News

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા, પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત કરાયા

Vande Gujarat News

અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવીણભાઈ પટેલ ના જન્મદિવસની અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ના સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ સિવિલ હોસ્પિટલની સેવાયજ્ઞ સમિતિ ખાતે કરવામાં આવી…

Vande Gujarat News

અંબાજીમાં શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, CM આ દિવસે રૂ. ૧૩.૩પ કરોડના લાઈટ સાઉન્ડ શૉનું ઉદઘાટન કરશે

Vande Gujarat News

સરકારને અન્ના હજારેની ચેતવણી:અન્નાએ કહ્યું- જો જાન્યુઆરી સુધી ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો મારું અંતિમ આંદોલન શરૂ કરીશ

Vande Gujarat News