



આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બીજા દિવસનો પ્રવાસ છે ત્યારે આજે તેઓ 4 જિલ્લાની સભાઓને સંબોધન કરશે. પ્રથમ સભાની શરુઆત તેમણે પાલનપુરથી કરી હતી. પાલનપુરમાં સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, સમય ચૂંટણીનો છે એટલે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. બનાસકાંઠાને પસ્તાવો થતો હશે કે, જિલ્લાના બધા રકમડા રમી રાજ્યના લાભો ગુવાવી દઈએ છીએ એટલે આ વખતે બધા કમળ ઉગાડવા છે એ નક્કી કર્યું છે. સદનસીબે બનાસકાંઠા આવવાનું બહું થયું છે. આ વખતે વાતાવરણ વાવાઝોડાના છે એટલે ચમકારો દેખાય.
વિકાસના કામો એટલા બધા થયા છે જે તમે ગણ્યા જ કરો ખૂટે નહીં. કોઈ અઠવાડીયું એવું નથી ગયું જ્યારે ગુજરાતના વિકાસનું નવું ડગલું ના માંડ્યું હોય. આજે પાલનપુરમાં મારું ધ્યાન 5 પ પર જાય છે. પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ.. હું વિકસિત ગુજરાતની વાત કરવા આવ્યો છું ત્યારે 5 મુદ્દાઓ ચૂંટણીની ચર્ચામાં જ નહીં આવ્યા હોય. પર્યટન એ તેજ ગતિથી ફલતો ફૂલતો ઉદ્યોગ છે. બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં જ્યાં રણને તોરણ બનાવી દીધું ત્યાં વિકાસની કેટલી સંભાવનાઓ છે. 2004માં અબ્દુલ કલામ આવેલા અને તેમને ચિંતા વ્યક્ત કરી. ભારત પાસે આટલી વિરાસત હોય અને 30માં નંબરે ઉભા હોય ત્યારે આ સ્થિતિની ચિંતા કરી હતી.
ગુજરાતની અંદર વિકાસની તકો શોધી છે. માં અંબા, નળેશ્વરી, રણ અને પેલી બાજું કચ્છનું રેગિસ્તાન શું નથી આપણી પાસે. માં અંબાનું ધામ બદલાઈ રહી છે. જ્યાં યાત્રીઓ આવે છે ત્યાં રોજગારના અવસરો ઉભા થઈ રહ્યા છે. નર્મદા, સરદાર સરોવર ટુરીસ્ટો આવતા હોય તો ધરોઈમાં કેમ ના આવે.
બદ્રીનાથ ગયો ત્યાં માણાંગામ ગયો ત્યાં લોકોને ભેગા કરી નળાબેટમાં શું વ્યવસ્થા છે તેના વિશે વાત કરી હતી. સરહદી વિસ્તારના વિકાસ માટે કામ અને જહેમત ઉપાડ્યું છે. કચ્છનો રણોત્સવ જેનો લાભ આપણને મળી રહ્યો છે. પાટણની રાણની વાવની ગૂંજ છે. પર્યાવરણની વાત કરીએ તો ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. સોલાર એનર્જીનું અભિયાન અહીં ચલાવવા માંગીએ છીએ. ગોબરધનના પ્લાન થકી આગળ વધી રહ્યા છે. પશુધનની વાત કરીએ તો છાણ મૂત્ર અને બાયોગેસમાંથી આવક થાય તેમાંથી કમાણી થાય તેના માટે કામ થઈ રહ્યું છે. પાણી માટે 75 અમૃત સરોવર, તળાવો બનાવવી નેમ પણ મૂકવામાં આવી છે. પર્યાવરણનું ઈકોસિસ્ટમ અહીં ઉભું થઈ રહ્યું છે.