



Tips for Banana Storage: કેળા એક એવું ફળ છે, જે દરેક સિઝનમાં મળે છે. લોકો પણ તેને ખૂબ જ શોખથી ખાય છે, તે ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરની પાચન તંત્ર, કિડની અને હૃદય માટે પણ ફાયદાકારક છે. એટલા માટે લોકો તેને ખરીદવાનું પસંદ કરે છે. જો કે તેને લાંબા સમય સુધી તાજા રાખવા ખૂબ મુશ્કેલ છે. તે ટૂંક સમયમાં બગડવાનું અથવા સડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તેને લાંબા સમય સુધી બગાડથી બચાવી શકાય છે.
ફોઈલ પેપર
જો તમે કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોવ તો તેના માટે ફોઈલ પેપરનો ઉપયોગ કરી શકાય છે. કેળાની ઉપરની દાંડી પર ફોઈલ પેપર લપેટીને રાખો. તેના કારણે કેળા ઝડપથી બગડતા નથી અને લાંબા સમય સુધી તાજા રહે છે.
હેંગર
હેંગર કપડાને સૂકવવા માટે ઉપયોગી છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કેળાને બગાડથી બચાવવા માટે પણ કરી શકાય છે. કેળાને હેન્ગરમાં ખુલ્લી હવામાં લટકાવી દો. તેનાથી કેળા લાંબા સમય સુધી તાજા રહેશે.
વિટામિન સી ટેબલેટ
વિટામિન સીની ગોળીઓ પણ કેળાને તાજા રાખવામાં મદદ કરે છે. તેના માટે પહેલા પાણીમાં વિટામિન સીની ગોળી નાખો અને પછી તે પાણીમાં કેળાને પલાળી દો. આના કારણે કેળા ઝડપથી બગડશે નહીં અને તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો.
ઉલ્લેખનીય છે કે કેળા એ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિતના અનેક ગુણધર્મો હોય છે. ડાઈજેશિયન લોકોને કેળા ખાવાની સલાહ આપે છે. જેથી લોકોની ગ્રોથ વધે. જોકે કેળાને લાંબા સમય સુધી રાખી શકાતું નથી. તે એક-બે દિવસમાં જ ખરાબ થવાનું શરૂ કરી દે છે. તેથી ઉપર જણાવેલી ટિપ્સ દ્વારા તમે કેળાને સડતા બચાવી શકો છો.