



અમરેલી જિલ્લામાં પરિણીતાઓને કરિયાવર મુદ્દે ત્રાસ આપ્યાની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. હાલ ધારીમાં રહેતી ચંદ્રીકાબેન હર્ષિલભાઈ સોલંકી (ઉ.વ.૨૯)એ અમરેલી મારૂતિનગર, લાઠી બાયપાસ પાસે રહેતા પતિ હર્ષિલભાઇ વિનુભાઇ સોલંકી, સસરા વિનુભાઇ હરીભાઇ સોલંકી, વિમબેન વિનુભાઇ સોલંકી તથા ક્રિષ્નાબેન ધર્મેશભાઇ રાઠોડ સામે નાની બાબતોમાં મેણા-ટોણા મારી અવાર-નવાર ગાળો આપી તથા શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી વધુ કરિયાવરની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કેશુભા રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
ધારીના સરસીયા ગામે રહેતી અને જીરા પી.એચ.સી. ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી તનુજાબેન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.૩૪)એ પતિ પ્રવિણભાઇ કાળુભાઇ પરમાર, સાસુ જયાબેન કાળુભાઇ પરમાર તથા નણંદ દયાબેન કાળુભાઇ પરમાર સામે નાની નાની બાબતમાં મેણા-ટોણા મારી કરિયાવરની માંગણી કરી ગાળો બોલી મારકૂટ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.