Vande Gujarat News
Breaking News
CrimeGujaratSurat

કામરેજ માં ટ્રક ચાલકને ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર બે ઝડપાયા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં 1 અઠવાડિયા પહેલા ટ્રક ચાલકને આંતરી ચપ્પુની અણીએ લૂંટી લેવાની ઘટના બની હતી. જે મામલે એલ.સી.બી પોલીસે તપાસનો દોર શરૂ કરી ગણતરીના દિવસોમાં જ લૂંટ ચલાવનાર 2 આરોપીઓની અટક કરી લીધી છે.એક અઠવાડિયા અગાઉ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે લૂંટની ઘટના બની હતી.

 

ફાઉન્ટેઇન હોટલ નજીક નેશનલ હાઇવે નં. 48 ઉપર એક ટ્રકનાં ચાલકને રાત્રિના અંધારના સમયમાં 3 જેટલા અજાણ્યા આરોપીઓએ ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ રકમની લૂંટ કરી નાસી ગયા હતા. જે મામલે સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. તે દરમિયાન જિલ્લા એલ.સી.બીનાં પી.આઈ બી.ડી.શાહ અને એસ.ઓ.જીનાં પી.આઈ બી.જી. ઇસરાણીએ અલગ અલગ ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

 

લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 પૈકી બે આરોપીઓ કામરેજના ઘલા રોડ ઉપર આવેલા ગાય પગલાં જવાના ત્રણ રસ્તા પર ઉભેલા હોવાની બાતમી પોલીસને મળતા તેઓએ રેડ કરી હતી. રોડ કરતાં અનિકેત મહેશભાઈ વસાવા તેમજ નિલેશ રવિભાઈ વસાવાની અટક કરવામાં આવી છે. બંને પાસેથી લૂંટ કરેલા વિવો કંપનીનો મોબાઇલ, અંગ ઝડતીનો મોબાઇલ તેમજ રોકડ મળી 17, 870નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

અમદાવાદમા વધુ એક જગ્યાએ MD ડ્રગ્સ ઝડપાયું, SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6 લાખનું ડ્રગ્સ પકડવામાં આવ્યું

Vande Gujarat News

કેવડિયામાં પ્રથમ દિવસે 8 ટ્રેનમાં 90 પ્રવાસી પહોંચ્યા, SUO બંધ રહેતાં રાત્રિ રોકાણ કર્યું

Vande Gujarat News

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

Admin

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ( BDCA ) દ્વારા બોલિંગ મશીન નું પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયુ.

Vande Gujarat News

શુભારંભ:અમદાવાદ-કેવડિયા વચ્ચે છત પર કાચ, 180 ડિગ્રીએ ફરી શકતી સીટ સાથેની ટ્રેન 11 જાન્યુઆરીથી શરૂ થશે

Vande Gujarat News

તાપીના શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ 10,00,000/- રૂપિયાની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયા, સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા બાબતે માંગી હતી લાંચ.

Vande Gujarat News