



જુનાગઢમાં જગમાલચોકમાં આવેલ બે અલગ અલગ દેશી ઓશડીયાની દુકાન પર જુનાગઢ વન વિભાગના અધિકારીઓએ તપાસ કરતાં પ્રતિબંધિત દરિયાઈ વિસ્તારની ઔષધિઓ મળી આવી હતી અને આ બાબતે ત્રણ વ્યક્તિ સામે ગુન્હો દાખલ કરી આજે વધુ તપાસ અર્થે કોટૅમાં રિમાન્ડ માટે અરજી કરી હતી અને નામદાર કોર્ટે દ્વારા રજુ થયેલ ત્રણ આરોપીઓના બે દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે..
જગમાલ ચોકમાં દેશી દવાની બે અલગ અલગ દુકાનો પર પ્રતિબંધિત દરિયાઈ વન ઔષધિ નું વેંચાણ થઈ રહ્યા ની માહિતી વન વિભાગ ને મળી હતી અને તેના અનુસંધાને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી અને તેમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત ઔષધિઓના સંગ્રહ થયો હોવાનું વિગતો સામે આવી હતી
અને તેમાં ત્રણ અલગ અલગ શખ્સો નિવેદન લઇને તેની પુછપરછ હાથ ધરી હતી અને આ ઔષધિઓના સેમ્પલો લઈને વન વિભાગે તપાસ ના ચકો ગતિમાન કર્યા હતા અને સંબંધિત શખ્સો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને અને ત્રણ શખ્સોને ઝડપી લઈને તેને કોટૅ પણ રજૂ કરી વન વિભાગ દ્વારા રિમાન્ડ ની પણ માંગણી કરવામાં આવી હતી