Vande Gujarat News
Breaking News
GujaratRajkot

રાજકોટની વતની વિધિ ઝળહળી: ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું

મૂળ રાજકોટની વતની કુ. વિધી ઉપાધ્યાયે પોતાની સંગીત કલાના માધ્યમથી તાજેતરમાં એક પછી એક ત્રણ કીર્તિમાન સ્થાપિત કરીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આ કીર્તિમાન પાછળની વિગત એવી છે કે તેણી એ ઓક્ટોબર 2021 માં ગીત લખી, સ્વરબદ્ધ કરી અને પોતાના જ કંઠ માં “વી.આર વન” ના શિર્ષક થી પોતાનું સીંગલ આલ્બમ લોંચ કરેલ, જેમાં 250 થી વધુ દેશો અને ટાપુઓ ની 100 થી વધારે અલગ અલગ ભાષામાં “વી.આર વન” નું અનુવાદ કરી “વસુધૈવ કુટુમ્બકમ” અને વિશ્વ શાંતિ નો સંદેશ પાઠવ્યો છે. વર્ષ 2021 માં જ તેમણે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડસ એશીયા બુક ઓફ રેકોર્ડ માં પોતાનું નામ અંકિત કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને તાજેતરમાં જ તેમણે સર્વોચ્ચ કીર્તિમાન સમા ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ અંકિત કરી ને વિશ્વ રેકોર્ડ નોંધાવેલ છે. ફક્ત 3 વર્ષની ઉમરથી જ સંગીત પ્રત્યે અપ્રતિમ રુચિ ધરાવનાર કુ. વિધી ઉપાધ્યાય એ માત્ર 13 વર્ષની ઉમર માં શાસ્ત્રીય સંગીત (ગાયન) ની પ્રારંભિક પરીક્ષામા સંગીત ગુરુ મીનાક્ષીબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ સુવર્ણ ચંદ્રક મેળવેલ જે તે સમયે સમગ્ર ગુજરાત રાજ્ય માં સૌથી નાની વયે સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે ઉતરોત્તર શાસ્ત્રીય સંગીત (ગાયન), વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક, પિયાનો તેમજ ગિટાર ની તાલીમ પણ મેળવેલ છે, તેમજ 3 હિન્દી ફિલ્મોમાં, 1 ગુજરાતી ફિલ્મ માં, 8 હિન્દી તથા ગુજરાતી ટીવી સિરીયલ્સ, વેબ સિરીઝ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીંગલ્સ વગેરે માં પોતાનો કંઠ આપ્યો છે અને 500 થી વધુ લાઈવ શો કરેલ છે. તેમણે અરિજીત સિંઘ, પદ્મશ્રી શંકર મહાદેવન, એશ કિંગ સાથે પણ પરફોર્મ કરેલ છે. વર્ષ 2016 માં તેઓ એ પોતાનું પ્રથમ આલ્બમ “તુ ચલ” લોંચ કર્યું હતું જે નારી શક્તિ ને ઉજાગર કરતી એક પ્રસ્તુતિ છે. આ ગીત નું પ્રસારણ એમટીવી ટીવી ચેનલ પર નિત્ય થયેલ. તેણી સિંગર, કમ્પોઝર, લેખક, મ્યુઝિશ્યન, મ્યુઝિક પ્રોડયુસર અને પર્ફોર્મર છે. 2021-22 માં યોજાયેલ દુબઈ એક્સપો – 2022 માં પણ તેમણે ભારત દે નું પ્રતિનિધિત્વ કરી ખૂબજ અદ્ભુત પર્ફોમન્સ આપ્યું હતું.

संबंधित पोस्ट

લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોએ PLA ના ચીની સૈનિકને ઝડપી પાડ્યો

Vande Gujarat News

આદેશ:બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં ભરૂચના ખેડૂતોને ચારગણું વળતર ચૂકવો: સુપ્રીમકોર્ટે

Vande Gujarat News

ડિસેમ્બરમાં 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વે થી ગિરનાર ના સૌંદર્યને માણ્યું

Admin

राज्य पर्यटन विभाग ‘केवल कच्छ नहीं, केवड़िया भी’ की थीम पर बनाएगा नई विज्ञापन फिल्म

Vande Gujarat News

SBI ने करोड़ों ग्राहकों को दिया तोहफा, की नई स्कीम शुरू, जानें और उठाएं फायदा

Vande Gujarat News

ભરૂચના વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ માં અંબાના દરબારમાં શીશ ઝુકાવી, જગત જનનીના મંદિર શિખર પર 51 ગજની ધજા ફરકાવી

Vande Gujarat News